વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા….

નામદાર અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશન એડિશનલ દ્વારા હાલમાં ચુકાદો આપતા વીમા કંપની દ્વારા રેકર્ડ ઉપરના દસ્તાવેજી પુરાવાઓને અવગણી પોલિસી ધારકને આપવામાં આવેલ રેપ્યુડેશન પત્રને અન્યાયી , અમાન્ય અને તર્કસંગત ના હોય તેવી નોંધ સાથે રદ કરી ફરિયાદી ગ્રાહકને ન્યાય અપાવેલ
‌ ‌ અમદાવાદના રહેવાસી ભરતસિંહ રાઠોડ એ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વર્ષ 2021 માં પાંચ લાખનો સમ ઇન્સ્યોરન્સ ધરાવતી પોલીસી લીધેલ હતી પોલીસી લેતા સમયે પ્રપોઝલ ફોર્મમાં દસ વર્ષ અગાઉ લીધેલ સારવાર નો ઉલ્લેખ કરેલ હતો વીમા કંપની તેઓની હકીકતોને ધ્યાને લઈ પ્રીમિયમ નક્કી કરી પોલિસી આપેલ પોલીસે ધારકને વર્ષ 2023 માં પાન યુરેથલ સ્ટ્રિક્ચર ની બીમારી હોસ્પિટલમાં દાખલ થઈ તબીબી સારવાર લીધેલ તબીબી સારવાર માટે થયેલ ખર્ચ રૂપિયા ₹2,41,517 મેળવવા વીમા કંપની પાસે ક્લેમ કરેલ હતો વીમા કંપનીએ કલેમની રકમ pre existing ના નામે આપવા ઇન્કાર કરેલ
પોલીસી ધારક ગ્રાહક પોતે ન્યાય ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાથી વીમા કંપની દ્વારા ક્લેમ આપવા કરેલા ઇનકારના નિર્ણયને ચેલેન્જ કરવો જરૂરી માની ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલ દ્વારા નામદાર અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરેલ સુચિત્ર પાલ દ્વારા કરેલ ફરિયાદ અને દલીલો તથા રેકર્ડ ઉપર રજૂ થયેલ પુરાવાઓને ધ્યાને લઈ કમિશને વીમા કંપનીના ક્લેમ ના આપવાના નિર્ણયને અન્યાયી અને અમાન્ય , અતાર્કિક માની ફરિયાદીની તરફેણમાં હુકમ કરી પોલીસી ધારક ગ્રાહક સાથે યોગ્ય ન્યાય કરેલ
નામદાર કમિશન એડિશનલ ના પ્રમુખ ઇન્ચાર્જ શ્રીમાન એમ એચ પટેલ તથા મેમ્બર શ્રી એમબી ચૌહાણ ની બેન્ચ દ્વારા નીચે મુજબનો હુકમ કરવામાં આવેલ છે 1. ફરિયાદી એકલેમ કરેલ રકમ ₹2,41,517 માંથી પોલીસીની શરત મુજબ 10% કો પેમેન્ટ કપાત કરી ફરિયાદીને રકમ રૂપિયા ₹2,17,365 દાખલ થયા તારીખ 1 6 2024 થી વાર્ષિક 7% ના વ્યાજ સાથે હુકમ થયા તારીખથી 30 દિવસમાં ચૂકવવા આદેશ કરેલ છે

  1. ફરિયાદીને માનસિક ત્રાસ અને લીગલ કોસ્ટ ના ખર્ચ પેટે અલગથી ₹4,000 ચૂકવવા વીમા કંપનીને હુકમ કરેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...