લોકો વૈભવી મકાન, કાર, એસી છતાં ગરીબોનું રાશન મેળવે છે

સરકાર દ્વારા અપાતા રાશનના લાભાર્થીઓમાં ૧૩ ટકા લોકો એવા છે કે જે આ યોજનાને લાયક જ નથી, જોકે તેમ છતા તેઓ નિયમિત રીતે રાશન મેળવી રહ્યા છે. આ ૧૩ ટકા લોકોમાં એવા પણ સામેલ છે કે જેઓની પાસે પાકા મકાન, કાર અને એર કંડીશનર (એસી) પણ છે. આ લોકો પાસે તમામ સુખ સુવિધા હોવા છતા તેઓ પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ તરીકે ફાયદો ઉઠાવી રહ્યા છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં છબરડો કે પછી ભ્રષ્ટાચાર? સરવેના તારણ બાદ અનેક સવાલો ઉઠયા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કરવામાં આવેલા સરવે મુજબ અનેક એવા પરિવારજનો છે કે જે રાજ્ય સરકારો તરફથી નક્કી કરાયેલી શરતોમાં સામેલ નથી થતા જોકે તેમ છતા તેઓ રાશન મેળવી રહ્યા છે. આ એવા લોકો છે કે જેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા મુજબ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ મળી રહ્યો છે. સરવેમાં સામે આવ્યું કે ત્રણ કરતા વધુ રૂમ ધરાવતા મકાનો, કાર, એક કન્ડિશનર જેવી સુવિધા છે, એટલુ જ નહીં આ ૧૩ ટકામાંથી ઘણા એવા છે કે જેમના પરિવારમાંથી કોઇને કોઇ પાસે સરકારી નોકરી પણ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન ડીએફપીડી દ્વારા આ સરવે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ૫૧૩૦૩ લાભાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા, તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરાયેલા આ સરવેમાં સામે આવ્યું હતું કે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, તમિલનાડુ જેવા રાજ્યોમાં આવા લાભાર્થીઓની સંખ્યા અન્ય રાજ્યો કરતા વધુ છે. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ સરકાર ગ્રામીણ વિસ્તારમાં ૭૫ ટકા જ્યારે શહેરી વિસ્તારમાં ૫૦ ટકા પરિવારને યોજનાનો લાભ આપી રહી છે. આ તમામ લાભાર્થીઓની કુલ સંખ્યા ૮૧.૩૫ કરોડ છે. રાજ્યો પર નજર કરીએ તો પશ્ચિમ બંગાળમાં છ કરોડ લાભાર્થીઓમાંથી ૩૯ ટકા, તમિલનાડુમાં ૩.૬૩ કરોડમાંથી ૩૮ ટકા, બિહારમાં ૮.૧૪ કરોડમાંથી ૨૫ ટકા, ઓડિશામાં ૨૨ ટકા, મહારાષ્ટ્રમાં ૨૦ ટકા લોકો આ તમામ સુવિધાઓ ધરાવનારા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *