પોલીસ આવાસમાં રાત્રે સિંહણ લટાર મારતા દેખાઈ

જાફરાબાદ તાલુકાનાં સરકેશ્વર ગામમાં સિંહણ રાત્રે પોલીસ આવાસના પરિસરમાં લટાર મારતી રહેણાંક વિસ્તારમાં ખોરાક અને પાણીની શોધમાં આવેલી આ સિંહણનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં માનવ વસાહતો શિકારની શોધમાં અવારનવાર વનરાજ આવી ચડતા અનેક બનાવો બન્યા છે. તાજેતરમાં જ જાફરાબાદ તાલુકાના અરબી સમુદ્ર કિનારે દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા સરકેશ્વર ગામમાંથી સિંહણની અવરજવરનો એક રોચક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં આ વન્યજીવ સીધી પોલીસ આવાસની અંદર જ આવી પહોંચી હતી.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક માતેલી સિંહણ પોલીસ આવાસોની આસપાસ ખૂબ જ બેફામ અને છટાદાર અંદાજમાં લટાર મારી રહી છે. તે જાણે કોઈ વસ્તુ અથવા ખોરાકની શોધમાં હોય તેમ આજુબાજુ નજર દોડાવી રહી છે અને એક મકાનની બારીમાંથી અંદર ડોકિયું કરતી પણ નજરે ચડે છે. આમ રાત્રીનાં સમયે આવા વન્યજીવો ઘર આંગણે આવી ચડતા લોકોમાં થોડા સમય માટે ભય અને કુતુહલનો માહોલ સર્જાઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *