વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતા કરુણાબેને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે. વર્ષ 2008માં મેં વિજયભાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે ખાનગી ચેનલમાં રિપોર્ટર છે,
“મારે બે દીકરીઓ છે. મારા કૂખે દીકરો ન જન્મતા મને મહેણાં-ટોણા મારી પિયર પક્ષમાંથી રૂ.25 લાખનું દહેજ લાવવા ધમકાવતા હતા. એટલું જ નહીં, ગોળીઓ પીવડાવી કૂલ 5 વખત ગર્ભપાત કરાવી દીધો હતો. મારા પતિએ મને કેરોસીન નાખી સળગાવી દેવાની ધમકી આપી અને ઘરેથી કાઢી મૂકી અને ભાડૂતી ગુંડાઓ મોકલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
