ઢોલાર ગામના રસ્તા પર વાહનની અડફેટમાં આવેલા મગરનું રેસ્ક્યુ

ઢોલાર ગામના રસ્તા પર વાહનની અડફેટમાં આવેલા મગરનું રેસ્ક્યુ

વડોદરા શહેર જિલ્લામાં મગરો રહેણાંક વિસ્તારો તેમજ માર્ગો પર આરામથી ટહેલતા જોવા મળે છે અને તેને કારણે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે.
થોડા સમયે પહેલા વડોદરાના સમાસાવલી રોડ પર એક મગરનું વાહનની અડફેટમાં આવી જતા મોત નીપજવાનો બનાવ બન્યો હતો. આવી જ રીતે ડભોઇ તાલુકામાં પણ ગઈકાલે એક મગર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ડભોઇના ઢોલાર ગામ પાસે માર્ગ પરથી પસાર થતો મગર કોઈ વાહનની અડફેટમાં આવી જતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. બનાવને પગલે ગ્રામજનો અને વાહન ચાલકો મદદરૂપ થયા હતા અને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા મગરને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...