સરપંચ સામેની અવિશ્વાસની બેઠકમાં હોબાળો અને પથ્થરમારો

સરપંચ સામેની અવિશ્વાસની બેઠકમાં હોબાળો અને પથ્થરમારો

છોટાઉદેપુર જિલ્લાની નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં ભારે હોબાળો અને પથ્થરમારાની ઘટના સામે આવી છે. સરપંચ મેહુલકુમાર તડવી સામે પંચાયતના 12 સભ્યોએ રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન માટે આજે (4 નવેમ્બર)ના રોજ ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક દરમિયાન તંગદિલી ભર્યુ વાતાવરણ સર્જાયું હતું.

મળતી માહિતી પ્રમાણે, છોટાઉદેપુરની નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત માટે મતદાન માટે બોલાવવામાં આવેલી બેઠકમાં હોબાળો મચ્યો હતો. બેઠક માટે આવેલા સભ્યોની ગાડીઓ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કાચ તોડી નાખવામાં આવ્યા હતા. 200 જેટલા લોકો ગ્રામ પંચાયત કચેરીમાં હથિયારો સાથે ઘસી આવ્યા હતા. પંચાયત કચેરીમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવા આવેલા ચૂંટણી અધિકારીને પણ વિરોધ પ્રદર્શન દરમિયાન રૂમમાં પૂરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

મુખ્યમંત્રીના હસ્તે પંચાયતને મળેલી રૂ.3 કરોડથી વધુની વિકાસ ગ્રાન્ટ અને નાણાં પંચની રૂ.1 કરોડની ગ્રાન્ટના વપરાશ તેમજ વિકાસ કાર્યોના આયોજન મુદ્દે સરપંચ અને સભ્યો વચ્ચે લાંબા સમયથી ગજગ્રાહ ચાલતો હતો. સભ્યોનો આક્ષેપ હતો કે સરપંચ મનસ્વી રીતે કામ કરે છે, જ્યારે સરપંચે જણાવ્યું હતું કે તેઓ કોઈ ખોટું કામ થવા દેશે નહીં.

આ બેઠક પહેલાં ભાજપના મોવડી મંડળ દ્વારા સભ્યોને મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને સભ્યો અજ્ઞાત સ્થળે જતા રહ્યા હતા, જેના પગલે આજે પંચાયત કચેરી ખાતે આ હિંસક બબાલ સર્જાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...