પાંચ ભાષામાં એકસાથે દેશભરમાં ૨૭ નવેમ્બરે રજૂ થનારી રશ્મિકા મંધાનાની નવી ફિલ્મ ‘મૈસા’ની રજૂઆત અચાનક મોકૂફ રાખવાની જાહેરાત સોશ્યલ મિડિયા પર કરવામાં આવી હતી.આ રજૂઆત શા માટે મુલત્વી રખાઈ તે અંગે તરેહ તરેહની અટકળો થઈ રહી છે. જોકે, નિર્માતાઓએ કોઈ ચોક્કસ કારણ આપ્યું ન હતું.
રશ્મિકા ખુદ આ ફેરફાર અંગે અજાણ હતી. તેણે નિર્માતાઓની પોસ્ટને રુદનનાં ઈમોજી સાથે શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે હવે નવી તારીખની તેને પોતાને પણ જાણ નથી.
રશ્મિકાએ આ ફિલ્મમાં ગૌંડ આદિવાસી છોકરીની ભૂમિકા ભજવી છે જેને અન્યાય સામે લડવાની ફરજ પાડવામાં આવે છે. રશ્મિકાની સાથે આ ફિલ્મમાં ઇશ્વરી રાવ, રાહુલ રવિન્દ્રન, સુમથિરાકની અને નિધિ સિંહે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.રવિન્દ્ર પુલ્લે દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ‘મૈસા’ને આખા દેશમાં થિયેટર્સમાં રજૂ કરવાની તૈયારીઓ પણ થઇ ચૂકી હતી. નિર્માતાઓએ ટેકનિકલ કારણસર રજૂઆત વિલંબમાં પડી હોવાનું જણાવી નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે તેમ ઉમેર્યું હતું.
