પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મીની ધરપકડ

પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મીની ધરપકડ

હરણી વિસ્તારમાં નોકરી કરતી ૨૨ વર્ષની યુવતીને પોતે અપરિણીત હોવાનું જણાવી તેની સાથે નોકરી કરનાર વિધર્મીએ દુષ્કર્મ કર્યું હતું. જે કેસમાં મકરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.મળતી માહિતી મુજબ,ં૨૨ વર્ષની યુવતી અને ૩૫ વર્ષનો મિરાન મોઇનુદ્દીન કાદરી ( રહે. મહાબલીપુરમ,તાંદલજા) એક સાથે હરણી વિસ્તારમાં નોકરી કરતા હતા. મિરાને પોતે અપરિણીત હોવાનું જણાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું હતું.

ત્યારબાદ યુવતીને જાણ થઇ કે, મિરાન પરિણીત છે. મિરાને પત્નીને છૂટાછેડા આપી દઇશ, તેવું કહીને યુવતીને વિશ્વાસમાં લઇ સંબંધો ચાલુ રાખ્યા હતા. આરોપીએ યુુવતીને એવું પણ કહ્યું હતુ ંકે, તારે બુરખો પહેરવો પડશે અને રોજા પણ રાખવા પડશે. થોડા સમય પછી મિરાને લગ્નની ના પાડી દીધી હતી. મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપી મિરાનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...