પોલિટેકનિક અને દશરથ ગામમાં થનારી મત ગણતરીને ધ્યાને રાખી  પોલીસ દ્વારા નો  એન્ટ્રી અને ટ્રાફિક ડાયવર્ઝન 

રવિવારે (આજે) થનારા મતદાન પછી મંગળવારે પોલિટેકનિક અને દશરથ ગામમાં થનારી મત ગણતરીને ધ્યાને રાખી  પોલીસ દ્વારા નો  એન્ટ્રી અને ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

પોલિટેકનિક ખાતે કોર્પોરેશનના ૧૯ વોર્ડ તેમજ દશરથ ખાતે એમ.પી.પટેલ હાઇસ્કૂલ ખાતે ૬ જિલ્લા  પંચાયત અને  ૨૬ તાલુકા પંચાયતની મત ગણતરી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવી શક્યતા છે. જથી, ૨૮ મી તારીખે સવારે ૪ વાગ્યાથી  પંડયા બ્રિજથી જૂના  વુડા સર્કલ સુધી રોડની બંને બાજુ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેેમજ આ રોડ પર અવર – જવર કરતા તેમજ આ રોડ તરફ આવતા વાહનો માટે રૃટ ડાયવર્ટ કરાયો છે. તેમજ એમ.પી. પટેલ હાઇસ્કૂલ દશરથ ગામે થનારી મત ગણતરીને ધ્યાને રાખી દશરથ ગામ બ્રિજથી ફર્ટિલાઇઝર બ્રિજ સુધીના બંને તરફના રોડ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. તેમજ આ રોડ પરથી અવર – જવર કરતા વાહનો માટે પણ રૃટ ડાયવર્ટ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...