પ્રિયંકા ગોલ્ડ ગાલામાં સન્માનિત થશે

અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસને આ વરસના ગ્લોબલ વેનગાર્ડ હોનર માટે પસંદ કરવામાં આવી છે. આ પુરસ્કાર તેને મનોરંજનની દુનિયામાં ૨૫ વરસના શાનદાર યોગદાન બદલ એશિયાઇ અને પશ્ચિમી સિનેમા વચ્ચે એક બ્રીજ બનાવવા બદલ આપવામાં આવશે. 

આ ઇવેન્ટ લોસએન્જલસમાં ૯મેના રોજ ધ મ્યુઝિક સેન્ટરમાં કરવામાં આવશે. આ વખથે એનો થીમ એ ન્યુ ગોલ્ડ વર્લ્ડ મતલબ કે એક નવી સોનેરી દુનિયા રાખવામાં આવ્યો છે,જે એકતા અને પ્રગતિનો સંદેશ આપે છે. 

પ્રિયંકાએ બોલીવૂડની સાથેસાથે હોલીવૂડમાં ઓળખ બનાવી છે. તે નવોદિતોની કારકિર્દી બનાવવામાં મદદ કરી રહી છે. આ માટે તેને ટાઇમ ૧૦૦ અને ફોર્બ્સ જેવી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...