લખપતમાં ખેડાના શિક્ષકનું મોત, મોબાઇલ મધરાત્રે ફાટતાં ઘરમાં આગ

લખપતમાં ખેડાના શિક્ષકનું મોત, મોબાઇલ મધરાત્રે ફાટતાં ઘરમાં આગ

કચ્છના સરહદી વિસ્તારમાં છેવાડાના લખપત તાલુકાના પીપર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ખેડા જિલ્લાના વતની 35 વર્ષીય યુવાનનું ચા જગમાં મૂકેલા મોબાઇલ બ્લાસ્ટ થતાં આગ લાગવાથી શરીરે દાઝી ગયા હતા. જેમનું સારવાર દરમિયાન મંગળવારે સવારે મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાને પગલે મૃતકના પરિવાર આક્રંદ છવાઈ ગયો હતો. નારાણણ પોલીસે બનાવની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ ખેડા જિલ્લાના રાહુલભાઈ શરદભાઈ વાઘેલા (ઉ.વ.35) છેલ્લા એક વર્ષથી પીપર ગામની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેઓનો એક વર્ષ પૂર્વે લગ્ન થયા હોઈ પરિવાર સાથે-સાથે લખપત તાલુકાના પીપર ગામ પાસેના ત્રાંગાવ્રાઢ ખાતે શાળાના શિક્ષકો માટે ફાળવવામાં આવેલા ઓરડામાં રહેતા હતા. સોમવારે ત્રાંગાવ્રાઢ ખાતે શાળાએ આપેલા રૂમમાં તેઓ પોતાના માતા-પિતા અને પત્ની સાથે ઓરડામાં સૂતા હતા.

આ દરમિયાન મધરાત્રિના સાડા ત્રણ વાગ્યાના અરસામાં ચાર્જિંગમાં મૂકેલા મોબાઇલમાં બ્લાસ્ટ થતાં આગની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં રાહુલભાઈ ગંભીર રીતે દાઝી જતાં રાડા રાડ કરી મુકી હતી. જેથી પરિવારજનો અને આસપાસથી લોકો દોડી આવ્યા હતા. રાહુલભાઈને તાત્કાલિક સારવાર માટે ભુજની કે.કે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મંગળવારે સવારે મોત નીપજતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. બનાવ અંગે નારાયણ સરોવર પોલીસ મથકના તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, મોબાઇલ ચાર્જિંગમાં મૂક્યો હતો તે બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે બહારના થાંભલા પણ કાણો પડી ગયો જોવા મળે છે. જેથી મોબાઇલમાં બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ અને આગ લાગવાની પરિસ્થિતિ અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવશે. હાલ પોલીસે અકસમાત મોતનો બનાવ દર્જ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...