શ્વેતા સેલ્સ દ્વારા કરજણમાં રેલવેની હદમાં ગેરકાયદે ગેસ લાઈન નાખતા વિવાદ

શ્વેતા સેલ્સ દ્વારા કરજણમાં રેલવેની હદમાં ગેરકાયદે ગેસ લાઈન નાખતા વિવાદ

વડોદરા ગેસ કંપની લિમિટેડ દ્વારા વડોદરા શહેર ઉપરાંત હવે જિલ્લાઓમાં પણ પાઈપલાઈનથી ઘરગથ્થુ ગેસનો પુરવઠો પહોંચાડવાની કામગીરીમાં અધિકારીઓ અને રાજકારણીઓના માનીતા કોન્ટ્રાકટરોને કોન્ટ્રાકટ પધરાવી દેવામાં આવ્યા છે ત્યારે વીજીએલ અને રેલવે વિભાગની પરવાનગી વિના શ્વેતા સેલ્સ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે રીતે જુના બજાર રલવે ક્રોસીંગ રોડ રામદેવ નગર પાસે રેલવેના ગરનાળામાંથી ગેસ લાઈન પસાર કરતા વીજીએલ અને રેલવે વિભાગના ધ્યાન પર આવતા કામગીરી અટકાવી દઈ કોન્ટ્રાકટરને રેલવે પ્રોટેક્શન ફોર્સના અધિકારીએ કરજણમાં અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. તે બાદ મોડી સાંજે તેને છોડી મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રધાનમંત્રીએ ઘેર ઘેર પાઇપલાઇનથી ગેસ કનેકશન આપવાનું ફરજિયાત કરવાનો નિયમ લાગુ કર્યો છે. જેની સામે વડોદરા ગેસ લિ. દ્વારા વડોદરા શહેર ઉપરાંત આજુબાજુના પાદરા, ડભોઈ, વાઘોડિયા, કરજણ, સાવલી, અને છેક છોટાઉદેપુર સુધી પાઇપલાઇનથી ગેસ આપવાની શરૂઆત કરી છે. જેને ધ્યાનમાં રાખી અલગ અલગ નગરો માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. વડોદરા ગેસ લિ. દ્વારા કરજણ વિસ્તારમાં ગેસ લાઈન નાંખવાનો કોન્ટ્રાકટ ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, વીજીએલ એમડી વિનય શ્રીવાસ્તવના માનીતા કહેવાતા શ્વેતા સેલ્સ કોર્પોરેશનને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે ત્યારે કોન્ટ્રાકટર મનસ્વી રીતે વીજીએલના નક્કી કરેલા સ્પેસીફિકેશનની ઉપરવટ જઈ ગેસ પાઇપલાઇન નાંખી રહ્યા હોવાની વિગતો બહાર આવતા મામલો ગેસ કંપનીના ચેરમેન અરૂણ બાબુ સુધી પહોંચ્યો હતો અને તેઓએ તાત્કાલિક તપાસનો હુકમ કરતા મામલો રેલવે પ્રોટેક્શન ફોર્સ સુધી પહોંચ્યો હતો.

વડોદરા ગેસ કંપની લિ.ના કોઈ અધિકારીની મૌખિક સૂચનાથી કરજણમાં રેલવે ગરનાળામાંથી ગેસની પાઇપલાઈન નાખવાની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવતી હતી. તે દરમિયાન તપાસ શરૂ થતાં ગેસ કંપનીના એમડી વિનય શ્રીવાસ્તવે નાંખવાની પરવાનગી આપી નથી તેમ કોન્ટ્રાકટરને રેલવે લાઈન નીચેથી પાઈપ જણાવી શ્વેતા સેલ્સ કોર્પોરેશનને નોટિસ આપી ખુલાસો કરવા જણાવ્યું છે અને ત્યાં સુધી પેમેન્ટ અટકાવવા સૂચના જારી કરી હોવાનું જાણવા મળે છે.

દરમિયાનમાં રેલવે વિભાગને પણ જાણ કરવામાં આવતા તાત્કાલિક આરપીએફના પીઆઈ ફડનવીસને સ્થળ પર મોકલી તાત્કાલિક ગરનાળા નીચેથી ગેરકાયદે રીતે નાખેલી ગેસ પાઇપલાઇનની તપાસ કરતા પાઇપલાઇન નાખી હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી કોન્ટ્રાકટર ધવલ પરીખને પાઈપલાઈનની પોલીસ સ્ટેશનમાં બોલાવી પૂછપરછ શરૂ કરી હતી અને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા. આ કિસ્સામાં રેલવે વિભાગના પાંડે નામના એન્જિનિયરે યેનકેન પ્રકારેણ કોન્ટ્રાકટરને લાઇન નાંખવા મૌખિક મંજૂરી આપી હોવાનું બહાર આવ્યું છે. મોડી સાંજે કોન્ટ્રાકટર ધવલ પરીખને છોડી દેવા આરપીએફ પર દબાણ આવતા હાલ તેને જવા દેવામાં આવ્યા છે જ્યારે હજી આરપીએફના અધિકારી સ્થળ પર તપાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...