મહાનગરને વધુ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાના ઉમદા હેતુ સાથે કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા–૨૦૨૬” અભિયાન અંતર્ગત પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકાના મેયરશ્રી દીપિકાબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ પ્રભાત ફેરીના માધ્યમથી નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે વિશેષ જાગૃતિ કેળવાય અને દરેક વ્યક્તિમાં પોતાની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવાની સામૂહિક જવાબદારી નિભાવે અને લોકોનો સાથ સ્વચ્છતા અભિયાનમાં મળી રહે તે માટે મેયર શ્રી એ લોકોને અપીલ કરી હતી.
“સ્વચ્છતા મારી જવાબદારી”ના પ્રેરણાદાયી મંત્ર સાથે આ પ્રભાત ફેરી મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં હાથમાં સ્વચ્છતાના સંદેશા સાથે ફરી હતી.
આ પ્રભાત ફેરીમાં મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી એસ. કે. ગરવાલ, સેનીટેશન કમિટીના ચેરમેનશ્રી મયૂરભાઈ પટેલ, શ્રી વિભાકર રાવ, મનપાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ જોડાયા હતા.
