પેટલાદના ગાંધીચોક ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

પેટલાદના ગાંધીચોક ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

આણંદ, શુક્રવાર:::: રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના અવસરે પેટલાદ શહેરના ગાંધીચોક ખાતે ગુજરાત સરકારના નાણા અને નશાબંધી વિભાગના રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે પૂજ્ય બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુના સત્ય, અહિંસા અને સ્વચ્છતાના વિચારોએ માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પ્રેરણા આપી છે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગાંધીજીના સ્વચ્છ અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં આવી રહ્યું છે, ત્યારે આપણે સૌ પૂજ્ય બાપુના ઉચ્ચ વિચારો અને આદર્શોને પોતાના દૈનિક જીવનમાં આત્મસાત કરીને સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનમાં યોગ્ય યોગદાન આપવાનો દ્રઢ સંકલ્પ કરીએ તેમ વધુમાં કહ્યું હતું.

ગાંધીજીના જીવન મૂલ્યો પર ચાલીને સત્ય, અહિંસા અને સ્વચ્છતાના માર્ગે આગળ વધી એક આદર્શ સમાજ નિર્માણ કરવાનો નિર્ધાર વ્યક્ત કરવા પણ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ  પ્રસંગે પેટલાદ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી, વિવિધ વોર્ડના કાઉન્સિલરશ્રીઓ, સામાજિક અગ્રણીઓ તેમજ પેટલાદના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...