આજના ડિજિટલ યુગમાં લોકો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, બેંકિંગ એપ્સ, શોપિંગ સાઇટ્સ અને ઇમેઇલ આઇડી જેવા અનેક ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. દરેક એકાઉન્ટ માટે અલગ અને મજબૂત પાસવર્ડ બનાવવો અને તેને યાદ રાખવો એ એક મોટો સવાલ બની જાય છે. ઘણા લોકો પાસવર્ડ ભૂલી જવાના ભયથી એક જ પાસવર્ડ દરેક જગ્યાએ વાપરે છે, જે સાયબર સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી છે. તમારી આ સમસ્યાનો સરળ ઉકેલ ગૂગલ પાસવર્ડ મેનેજર પાસે છે.
ગૂગલ પાસવર્ડ મેનેજર એ ગૂગલનું એક ફ્રી ટૂલ છે, જે એન્ડ્રોઇડ, iOS અને ક્રોમ બ્રાઉઝર પર ઉપલબ્ધ છે. તે તમારા તમામ પાસવર્ડ્સને સિક્યોરલી સેવ કરે છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે ઓટોફિલ સુવિધા પૂરી પાડે છે.
ગૂગલ પાસવર્ડ મેનેજરના મુખ્ય ફાયદા અને તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે:
ગૂગલ પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કેવી રીતે કરવો?
1. એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર સેટિંગ્સ ઓન કરો:
2. ક્રોમ બ્રાઉઝર પર:
સેવ થયેલા પાસવર્ડ કેવી રીતે જોવા અને એડિટ કરવા?
જો તમે કોઈ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા હોવ અને જોવા માંગતા હોવ, તો passwords.google.com વેબસાઇટ પર જઈને અથવા ફોનના પાસવર્ડ મેનેજરમાં જઈને પોતાના ગૂગલ એકાઉન્ટનો સિક્યોરિટી પિન/ફિંગરપ્રિન્ટ આપીને સેવ થયેલા તમામ પાસવર્ડ જોઈ, એડિટ કે ડિલીટ કરી શકો છો.
ગૂગલ પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરીને તમે તમારા ડિજિટલ એકાઉન્ટ્સને વધુ સુરક્ષિત બનાવી શકો છો અને પાસવર્ડ વારંવાર રીસેટ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકો છો.
