ગાંધી જયંતી નિમિત્તે આણંદ ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડાર ખાતેથી મંત્રીશ્રી રમણભાઈ સોલંકી અને મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને અગ્રણીઓએ ખાદીની ખરીદી કરી

ગાંધી જયંતી નિમિત્તે આણંદ ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડાર ખાતેથી મંત્રીશ્રી રમણભાઈ સોલંકી અને મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને અગ્રણીઓએ ખાદીની ખરીદી કરી

રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના અવસર પર આણંદ સ્થિત ‘ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળી’ ખાતે ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારને સાકાર કરવા માટે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપીકાબેન પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ અગ્રણીઓ સર્વશ્રી સંજયભાઈ પટેલ, લાલસિંહ વડોદિયા, જગતભાઈ પટેલ અને સુનિલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને મંત્રી શ્રી કમલેશભાઈ પટેલએ ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળીમાંથી ખાદીની વિવિધ ગુણવત્તાસભર બનાવટોની ખરીદી કરીને સમાજને સ્વદેશી અપનાવવાનો એક પ્રેરણાદાયી અને સકારાત્મક સંદેશ આપ્યો હતો.

મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, ખાદી એ માત્ર એક વસ્ત્ર નથી પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વાવલંબન અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નનું પ્રતીક છે. ઓક્ટોબર માસ દરમિયાન ખાદી ભંડાર તરફથી આપવામાં આવી રહેલા વિશેષ ડિસ્કાઉન્ટનો મહત્તમ લાભ લઈ દરેક નાગરિકે ખાદીની ખરીદી કરવી જોઈએ. સ્થાનિક કક્ષાએ રોજગારી પૂરી પાડતા ગ્રામોદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડવા અને બાપુના વિચારોને જીવંત રાખવા માટે ખાદી ખરીદીને દરેક વ્યક્તિ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવી અપીલ પણ તેમણે કરી હતી.
આ પ્રસંગે મનપાના કોર્પોરેટરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો હાજર રહ્યાં હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...