પોલીસ સ્ટેશન ફરીથી વિવાદમાં ડી સ્ટાફનું વિસર્જન

પોલીસ સ્ટેશન ફરીથી વિવાદમાં ડી સ્ટાફનું વિસર્જન

માંજલપુર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફનું અચાનક વિસર્જન કરી દેવામાં આવતા આ મુદ્દો સમગ્ર પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, તહેવારોની સીઝન શરૃ થઇ જવા છતાંય હજી નવા ડી સ્ટાફની રચના કરવામાં આવી નથી.

એન્ટી કરપ્શનના કેસ પછી ફરી એકવખત માંજલપુર પોલીસ સ્ટેશન વિવાદમાં ઘેરાયુ છે. દરેક પોલીસ સ્ટેશનમાં અનુભવી અને સારી કામગીરી કરનાર પોલીસ જવાનોને સર્વેલન્સ એટલે કે, ડી સ્ટાફમંા મૂકવામાં આવે છે. જેથી, સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે. પરંતુ, તાજેતરમાં જ માંજલપુર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે. તેની પાછળ કેટલાક કારણો ચર્ચામાં છે. એક કારણ એવું છે કે, થોડાસમય પહેલા જ ડી સ્ટાફના વહીવટદાર લાંચ કેસમાં પકડાયા હતા.

બીજંુ એક કારણ એવું છે કે, માંજલપુર વિસ્તારમાં દારૃ પીવા બેઠેલા યુવકો સામે કેસ કરવાની જગ્યાએ ડી સ્ટાફના બે પોલીસ જવાનો મોંઘીદાટ વિદેશી દારૃની બોટલ લઇને જતા રહ્યા હોવાની ચર્ચા હતી. ત્રીજું કારણ એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે, થોડા દિવસ પહેલા થયેલી મારામારીના કેસમાં પોલીસે ગુનો દાખલ ના કર્યો અને નિવૃત્ત પી.એસ.આઇ.ના પુત્રને પકડયા પછી છોડી દેવામાં આવ્યો હતો. જોકે, માંજલપુર પી.આઇ. કે.એચ.ચૌધરીનું કહેવું છે કે, સંતોષકારક કામગીરી નહીં હોવાના કારણે ડી સ્ટાફનું વિસર્જન કરવામાં આવ્યું છે. જેથી, નવા ચહેરાઓને તક મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...