8 દિવસમાં 5 કરોડના મોદકનું વેચાણ થયું, દસ દિવસમાં 7 કરોડની કિંમતના એક લાખ કિલો મોદક વેચાશે

8 દિવસમાં 5 કરોડના મોદકનું વેચાણ થયું, દસ દિવસમાં 7 કરોડની કિંમતના એક લાખ કિલો મોદક વેચાશે

સંસ્કારી નગરી વડોદરામાં હાલ ગણેશોત્સવની ઉજવણી આસ્થા સાથે થઇ રહી છે. દસ દિવસના આ ઉત્સવમાં હજારો શહેરીજનો પોતાના ઘરે શ્રીજીની સ્થાપના કરે છે તો હજારો મંડળ  દ્વારા પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આઠ દિવસમાં અંદાજે રૂ.5 કરોડથી વધુ કિંમતના મોદકનું વેંચાણ થઇ જતા આ વર્ષે કુલ રૂ. 7 કરોડની કિંમતના એક લાખ કિલોથી વધુ મોદકનું વેચાણ થશે તેમ મીઠાઇના વેપારીઓએ આશા વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે,શ્રીજી ઉત્સવમાં ભગવાન ગણેશજીને પ્રિય એવા મોદકનો પ્રસાદ જ સૌથી વધુ ધરાવવામાં આવતો હોવાથી આ તહેવાર દરમિયાન મીઠાઇની દુકાનમાં રોજ સૌથી વધુ લાડુનું વેંચાણ થઇ રહ્યું છે. વડોદરા શહેર મીઠાઈ ફરસાણ વેપારી મંડળના સચિવ નવલ બુમિયાએ જણાવ્યું હતું કે,શહેરમાં મીઠાઇ ફરસાણની અંદાજે 1000 જેટલી દુકાનો આવેલી છે જેમાંથી 400 વેપારી તેમના ઓસો. સાથે જોડાયેલા છે. આ વર્ષે ઉત્સવ દરમિયાન શહેરમાં અંદાજે 6 થી 7 કરોડ રૂ.પિયાનો મીઠાઈનો વેપાર થવાની આશા છે.

આ વર્ષે ખાંડના ભાવ ખુબ જ વધ્યા બાદ ફરી તેમાં થોડો ઘટાડો નોંધાતા  ં ગ્રાહકોને થોડી રાહત મળી છે અને લાડુના ભાવમાં ગત વર્ષની સરખામણીએ કિલોએ રૂ. 40 થી રૂ.50 રૂ.પિયાનો  વધારો થયો છે. ગત વર્ષે 580માં મળતા મોદકનો સરેરાશ ભાવ આ વર્ષે 640 રૂ.પિયા છે. જ્યારે મોતીચુર, બુંદી, પંચપાત અને ચુરમાના લાડુનો ભાવ 600 રૂ.પિયા છે, જે ગત વર્ષે રૂ. 560 હતો.

વડોદરામાં શ્રીજી ઉત્સવની ઉજવણી પરંપરાગત રીતે ખૂબ જ શ્રદ્ધા પૂર્વક કરવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન ભગવાનને પ્રસાદ તરીકે ધરાવવામાં આવતા ઉકડીચે મોદક અને તળેલા મોદક મશીનો કરતાં કારીગરોની માનવીય કળાનું ઉત્તમ ઉદાહરણ છે. આજના બદલાતા સમયમાં પણ ગણેશ ઉત્સવમાં પરંપરાગત મીઠાઈઓનું સ્થાન અકબંધ છે. શ્રીજીને ધરાવાતો આ પ્રસાદ ખરા અર્થમાં પેઢીઓથી ચાલતી ખાદ્ય પરંપરા, અને આપણી સાંસ્કૃતિક ઓળખનો જીવંત વારસો છે.

શ્રીજી ઉત્સવમાં ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર બાપ્પાને વિશેષ અને પ્રીમિયમ પ્રસાદ ધરાવવા આતુર હોય છે. વડોદરામાં આ વર્ષે 24 કેરેટ ગોલ્ડ વરખ લગાવેલા લાડુનું ભારે ચલણ જોવા મળી રહ્યું છે. આ એક ખાસ લાડુની કિંમત રૂ 500 છે અને તેનું વજન માત્ર 25 ગ્રામ હોય છે. આ ઉપરાંત ગ્રાહકોમાં  પ્રીમિયમ મીઠાઈઓનો ક્રેઝ પણ વધ્યો છે. બજારમાં રૂ. 1500 થી 2000 ની એક કિલોના ભાવની કાજુ અને ડ્રાયફ્રૂટના મોદક અનેક ગ્રાહકો સ્પેશિયલ ઓર્ડર આપીને બનાવડાવે છે. જે દર્શાવે કે વડોદરામાં પ્રીમિયમ લાડુનું ચલણ પણ  ઘણું જ વધુ છે.

પરંપરાગત મીઠાઈઓમાં મહારાષ્ટ્રીયન પંચખાદ્ય લાડુનું વિશેષ મહત્વ છે. ખોબરું, ખારીક, ખડી સાકર, ખસખસ અને કિસમિસ – આ પાંચ સામગ્રીને શુદ્ધ ઘીમાં ભેળવીને આ લાડુ તૈયાર થાય છે જે શુદ્ધતાની પારંપરિક વિચારધારા દર્શાવે  છે. આ ઉપરાંત, ભક્તો પોતાના મનોરથ પૂર્ણ કરવા ગજાનનને છપ્પન ભોગ પણ અર્પણ કરે છે. જેમાં એક જ થાળી કે બોક્સમાં ૫૬ વિવિધ પરંપરાગત વાનગીઓ અને મીઠાઈઓનું સંયોજન હોય છે. આ છપ્પન ભોગ માત્ર ૫૬ વસ્તુઓનો સમૂહ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિમાં ભગવાનને અર્પણ કરવામાં આવતી વિવિધતા, સમૃદ્ધિ અને ભક્તોની અખૂટ આસ્થાનું પ્રતીક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...