નિવૃત્ત અધિકારીને શેરબજારમાં બે લાખ કમાવી આપવાના નામે 51 લાખની ઠગાઇ

નિવૃત્ત અધિકારીને શેરબજારમાં બે લાખ કમાવી આપવાના નામે 51 લાખની ઠગાઇ

વડોદરામાં કુટુંબીને ત્યાં આવેલા કરજણ નગરના નિવૃત્ત અધિકારીની પાછળ પડી ગયેલા ઓનલાઇન ઠગોએ રૃ.૫૧.૨૮ લાખ પડાવી લેતાં તેમણે સાયબર સેલમાં ફરિયાદ કરી છે.

કરજણની પ્રમુખ દર્શન સોસાયટીમાં રહેતા એલઆઇસીના નિવૃત્ત અધિકારી મહેન્દ્રકુમાર મારુએ પોલીસને કહ્યું છે કે ગઇ તા.૨૨મી જૂને હું વડોદરાના માંજલપુર વિસ્તારમાં મારા કુટુંબીને ત્યાં રોકાયો હતો ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ઇન્વેસ્ટમેન્ટ માટે વાત કરવાનું કહેતાં મેં તેમને રાત્રે ફોન કરવાનું કહ્યું હતું.ત્યારબાદ રાત્રે આઠ વાગ્યે ફરી રવિ નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો અને સ્ટોક વિશે સમજાવતાં મેં બે-ત્રણ દિવસ પછી વાત કરવાનું કહ્યું હતું.

ઇન્વેસ્ટરે કહ્યું છે કે બીજા દિવસે સવારે રવિનો ફરી ફોન આવ્યો હતો અને તેમાં નંબર તેમજ નામ બીજું આવતું હોવાથી મેં સવાલ કરતાં રવિએ ફોન કાપી બીજા નંબરથી ફરી ફોન કર્યો હતો.ત્યારબાદ તે સતત ફોન કરીને મને ઇન્વેસ્ટમેન્ટ માટે ટિપ આપતો હોવાથી મેં મારી પત્નીના ખાતામાં તેના કહ્યા પ્રમાણે શેરની લે-વેચ કરી હતી.રવિએ મને બે લાખ કમાઇ શકો છો તેમ કહી ૧૦ ટકા કમિશનની પણ માગણી કરી હતી.પછી તેણે ટેકનિકલ હેડ દીપકભાઇ સાથે વાત કરાવી હતી.

દિપકભાઇએ આપેલી ટિપમાં નુકસાન જતાં મને બીજા સ્ક્રીનશોટ મોકલીને કોને કેટલો ફાયદો થયો છે તે બતાવતા હતા.તેણે કહ્યું હતું કે બીજા લોકો રૃ.૩૬૮૦૦નફો કરેછે અને તમે માત્ર રૃ.૪૭૫૦ નફો કર્યો છે.આવી રીતે વાતોમાં ફસાવીને સાહિલ મારફતે અલગ ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને મારા વતી તેઓ ટ્રેડિંગ કરશે તેમ કહી ઠગોએ મારી પાસે રૃ.૫૨.૨૬ લાખ ઇન્વેસ્ટ કરાવ્યા હતા, જેની સામે મને માત્ર રૃ.૯૭૬૭૦ જ મળ્યા હતા અને બાકીના રૃ.૫૧.૨૮લાખ મળ્યા નથી.જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...