શ્રીજી વિસર્જન દરમિયાન તકરાર બાદ તંગદિલી,નાસભાગ થતાં બે ની અટકાયત

શ્રીજી વિસર્જન દરમિયાન તકરાર બાદ તંગદિલી,નાસભાગ થતાં બે ની અટકાયત

નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં ગઇ રાત્રે શ્રીજી વિસર્જન દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં તંગદિલી સર્જાઇ હતી.જો કે પોલીસે સ્થિતિ સંભાળી લેતાં વિસર્જન શાંતિ પૂર્વક પાર પડયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ નાગરવાડા ગોલવાડના નાકે ગઇરાત્રે શ્રીજી વિસર્જનની સવારી નીકળી હતી ત્યારે ડીજે આગળ લઇ જવા બાબતે તકરાર થઇ હતી.આ તબક્કે ઉગ્ર બોલાચાલી બાદ બે યુવકો વચ્ચે ઝપાઝપી થતાં નાસભાગ થઇ હતી.

બનાવના સ્થળે કારેલીબાગ પોલીસની વધુ કુમક આવી જતાં બે યુવકની અટકાયત કરી હતી અને સ્થિતિ સંભાળી લીધી હતી.પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...