ગુજરાત સરકારના નાણાં વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ તા.01.07.2026થી સરકારના કર્મચારીઓને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં સુધારા બાબતે પરીપત્ર કરવામાં આવેલ છે. ઠરાવ પાલિકાના કર્મચારીઓ તેમજ પેન્શનરોને લાગુ પડે તે મુજબ મોંઘવારી ભથ્થાનો દર મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે. ચુકવવાપાત્ર તા.01.07.2026થી ચુકવવાપાત્ર માસિક મોંઘવારી ભથ્થાનો દર મૂળ પગારના 63% નક્કી કરવામાં આવ્યો છે.સુધારેલ પગાર માળખામાં “મૂળ પગાર” એટલે પે-મેટ્રીક્ષના નિયત લેવલમાં મળતો પગાર પરંતુ તેમાં અન્ય કોઈપણ પ્રકારનો પગાર, જેવો કે ખાસ પગાર વિગેરેનો સમાવેશ થશે નહિ. મોંઘવારી ભથ્થુ મળતરના વિશિષ્ટ તત્વ તરીકે મળવાનું ચાલુ રહેશે અને ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો 2002ના નિયમ 9(53)ના પરીપેક્ષમાં પગાર તરીકે ગણાવાની રહેશે નહિ. મોંઘવારી ભથ્થામાં 50 (પચાસ) પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચુકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતાં ઓછી રકમને ગણત્રીમાં લેવામાં આવશે નહિ. કર્મચારીઓને નવેમ્બર 2026થી 63% મુજબનું મોંઘવારી ભથ્થુ માસિક પગાર સાથે નિયમીત રીતે ચુકવવાનું રહેશે.
કર્મચારીઓને જુલાઈ 2026થી ઓક્ટોબર 2026 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ નવેમ્બર 2026 માસના પગાર (પેઈડ ઈન ડીસેમ્બર-2026) સાથે ચુકવવાનો રહેશે. પેન્શનરોને નવેમ્બર 2026થી 63% મુજબનો હંગામી વધારો માસિક પેન્શન સાથે નિયમીત રીતે ચુકવવાનો રહેશે. પેન્શનરોના કિસ્સામાં જુલાઈ 2026થી ઓક્ટોબર 2026 સુધી મળવાપાત્ર હંગામી વધારાના તફાવતના રકમ અનુક્રમ નં.5માં જણાવ્યા અનુસાર રોકડમાં ચુકવવાની રહેશે.
નિવૃત્ત અને મૈયત કર્મચારી/અધિકારીના કિસ્સામાં મોંઘવારી તફાવતનું પત્રક સંબંધિત ખાતા/વિભાગના મહેકમ કલાર્કશ્રી દ્વારા હિસાબી શાખા અને આઈ.ટી. વિભાગના સંકલનમાં રહી તફાવતની રકમ બેન્ક એકાઉન્ટ મારફતે ચુકવણું કરવાની કાર્યવાહી કરવાની રહેશે. રાજ્ય સરકારના પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમને સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણા મંજુર થયેલ છે તેમને જ મળવાપાત્ર થશે.
સરકારના પરિપત્રને કારણે કોર્પોરેશનના કર્મચારીઓને દર મહિને રૂ.1.25 કરોડ વધારાના ચૂકવવામાં આવશે જ્યારે એરિયર્સની રકમ રૂપિયા પાંચ કરોડ ચુકવાશે તેમ જાણવા મળે છે.
