વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન આજે (31મી ઓક્ટોબર) સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે યોજાયેલી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં વિશેષ સહભાગી થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જે વેળાએ હેલિકોપ્ટર દ્વારા પ્રતિમા પર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છેકે, શુક્રવારે(30 ઓક્ટોબર) બનાસકાંઠા ખાતે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી સાંજે એકતાનગર પહોંચ્યા હતા. જ્યાં ‘એકતા પ્રકાશ પર્વ’ની મુલાકાત લીધા પછી નર્મદા ઘાટ ખાતે મહાઆરતીમાં વડાપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા.નર્મદાના એકતાનગર ખાતે વડાપ્રધાન મોદીએ ‘એકતા પ્રકાશ પર્વ’ પર રોશનની અદભૂત કૃતિઓ નીહાળી અને ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કર્યું હતુ. નર્મદા ઘાટ પર મહાઆરતી સમયે ‘નર્મદે હર… જીવનભર’ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
