સારોલીમાં સાલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ 10 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે

સારોલીમાં સાલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ 10 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે

ટેક્સટાઈલ સિટી સુરતમાં ફરી એકવાર આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. સારોલી વિસ્તારમાં આવેલી જાણીતી સાલાસર ટેક્સટાઈલ માર્કેટમાં અચાનક ભીષણ આગ ભડકી ઊઠતાં સમગ્ર માર્કેટ પરિસરમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માર્કેટની દુકાનોમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો સંગ્રહિત હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેરના અલગ-અલગ 10 ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરો અને ગાડીઓ તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફાયર અધિકારીઓ અને જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

પ્રાથમિક અનુમાન મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ છે કે હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ વ્યક્તિ ફસાયા હોવાના સમાચાર નથી. જોકે, એક જ અઠવાડિયામાં ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગવાની આ બીજી ઘટના હોવાથી વેપારીઓમાં ચિંતા અને ફાળનું મોજું ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...