પોલીસને ધક્કો મારી ફરાર થયેલો દુષ્કર્મનો આરોપી રાત્રે છાણીમાંથી ઝડપાયો

પોલીસને ધક્કો મારી ફરાર થયેલો દુષ્કર્મનો આરોપી રાત્રે છાણીમાંથી ઝડપાયો

વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયેલો દુષ્કર્મ કેસનો આરોપી ગણતરીના કલાકોમાં જ ક્રાઈમ બ્રાન્ચના હથ્થે ઝડપાઈ ગયો છે. ગુરૂવારે (છઠ્ઠી ઓગસ્ટ) સવારે હોસ્પિટલમાંથી ભાગી છૂટેલા આ આરોપીને પોલીસે રાત્રે છાણી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી અનુસાર, વડોદરાના સમા વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચર્યાના ગંભીર ગુનામાં સમા પોલીસે ગોવિંદ મહોણિયા નામના આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ગુરૂવારે સવારે તેને મેડિકલ ચેકઅપ માટે સયાજી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યાં ઇન્જેક્શન મૂકવા માટે પોલીસ કર્મચારીએ તેની હથકડી ખોલતાં જ તે પોલીસને ધક્કો મારીને ભાગી છૂટ્યો હતો.

ઘટનાની ગંભીરતા જોઈને આખા શહેરની પોલીસ ટીમ આરોપીની શોધખોળમાં લાગી ગઈ હતી. આરોપીને શોધવા માટે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે સાદા વેશમાં છાણી કેનાલ પાસે વોચ ગોઠવી હતી. રાત્રિના સમયે આરોપી પોતાના ઘરે પહોંચતાની સાથે જ પોલીસે તેને દબોચી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...