ભારત માટે ‘ગુડ ન્યૂઝ’, 100% ટેરિફનો ખતરો લાંબા સમય સુધી ટળી શકે!

ભારત માટે ‘ગુડ ન્યૂઝ’, 100% ટેરિફનો ખતરો લાંબા સમય સુધી ટળી શકે!

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણાં સમયથી અનેક દેશોને ટેરિફની ધમકીઓ આપીને દબાણમાં લાવતા રહ્યા છે. હાલમાં ભારત સામે પણ અમેરિકા દ્વારા 100% ટેરિફ લાદવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી કરે છે તેના બદલા રૂપે આ કાર્યવાહી થવાની છે પરંતુ આ ખતરા વચ્ચે ભારત માટે એક રાહતભર્યા સમાચાર આવ્યા છે.

એક રિપોર્ટ મુજબ અમેરિકાની સેનેટમાંથી તો 100% ટેરિફ બિલ પાસ થઈ ગયું છે પરંતુ અમેરિકાની પ્રતિનિધિ સભામાં આ બિલનો સખત વિરોધ થઇ રહ્યો છે. આની સાથે જ અમેરિકામાં નવેમ્બરમાં જ ચૂંટણી આવી રહી છે જેના કારણે આ બિલ અટવાઈ શકે છે. હાલમાં તો આ બિલને લઈને અમેરિકાના ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ બંને પક્ષો ચિંતિત દેખાઈ રહ્યા છે. સાંસદોને ડર છે કે અમે જે બિલ પસાર કરવા જઈ રહ્યા છે તેનાથી ટ્રમ્પનો ટેરિફ પાવર વધી શકે અને તેના કારણે અમેરિકાના બજારમાં ઓઈલની કિંમતોમાં ભડકો થઈ શકે છે.

દિવંગત સેનેટર લિન્ડસે ગ્રેહામ દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવિત કાયદા હેઠળ ટ્રમ્પને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસ ખરીદતા અથવા પ્રતિબંધોમાંથી બચવામાં મદદ કરતા ટોચના 5 દેશો પર 100% સુધી ટેરિફ લાદવાની સત્તા મળી શકે છે. હાલમાં ચીન, ભારત અને તૂર્કેઇ રશિયન ઓઇલના સૌથી મોટા ખરીદદારો છે. યુક્રેન સમર્થકો તેને રશિયા પર દબાણ વધારવાના રસ્તા તરીકે જુએ છે, પરંતુ ટ્રમ્પ આ સત્તાનો વાસ્તવમાં ઉપયોગ કરશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.

જુલાઈમાં યુક્રેન પ્રવાસ બાદ ગ્રેહામના અચાનક નિધન પછી, સીનેટે આ બિલને 86-11 ની ભારે બહુમતીથી મંજૂરી આપી હતી. પરંતુ પ્રતિનિધિ સભા (હાઉસ) માં તેને આવો ટેકો મળી રહ્યો નથી. હાઉસ સ્પીકર માઇક જોહ્ન્સને સંકેત આપ્યો છે કે 3 નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણી પહેલા સમયના અભાવ અને ડેમોક્રેટ તથા રિપબ્લિકન સાંસદો વચ્ચેના મતભેદોને કારણે આ બિલ પર વોટિંગ થવાની શક્યતા ઓછી છે.

સાંસદો આ બિલની ઓઇલના ભાવો પર પડનારી અસર અંગે પણ ચિંતિત છે. જો ભારત જેવા દેશોને રશિયા સિવાયના વિકલ્પો શોધવાની ફરજ પડાશે, તો વૈશ્વિક સ્તરે ઓઇલના ભાવ વધી શકે છે. ઇરાન યુદ્ધ બાદ અમેરિકામાં પેટ્રોલ મોંઘું થયું છે, જે ચૂંટણી ટાણે રિપબ્લિકન પાર્ટી માટે રાજકીય મુશ્કેલી ઊભી કરી શકે છે. આ બિલમાં ઇરાન પરના પ્રતિબંધો યથાવત રાખવાની જોગવાઈ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...