કરમસદ-આણંદ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામૂહિક શ્રમદાન અભિયાન યોજાયું: બોરસદ ચોકડીથી જીટોડિયા માર્ગ પર સફાઈ કામગીરી કરવામાં આવી

કરમસદ-આણંદ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામૂહિક શ્રમદાન અભિયાન યોજાયું: બોરસદ ચોકડીથી જીટોડિયા માર્ગ પર સફાઈ કામગીરી કરવામાં આવી

 આણંદ જિલ્લાને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે જિલ્લા વહીવટી તંત્ર તથા કરમસદ–આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક સામૂહિક સ્વૈચ્છિક શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્વચ્છ શહેર, સુંદર શહેર, સ્વસ્થ શહેર”ના ઉમદા મંત્ર સાથે યોજાયેલા આ અભિયાનમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈને સક્રિય યોગદાન આપ્યું હતું.

આ વિશેષ સફાઈ ઝુંબેશ અંતર્ગત બોરસદ ચોકડીથી જીટોડિયા સુધીના મુખ્ય માર્ગ અને તેની આસપાસના વિસ્તારોમાં વ્યાપક સ્તરે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શ્રમદાન દરમિયાન માર્ગો પરથી કચરો દૂર કરવાની સાથે આસપાસના રહીશો અને વાહનચાલકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે અસરકારક જનજાગૃતિ સંદેશ પણ પાઠવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શહેરના સર્વાંગી વિકાસ અને સ્વચ્છતાના લક્ષ્યને હાસલ કરવા માટે સમગ્ર સમાજનો સહયોગ અને લોકસહભાગિતા અત્યંત મહત્વપૂર્ણ છે.

આ સામૂહિક શ્રમદાનના કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર. એન. ડોડીયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મયુરભાઈ સુથાર તથા ડેપ્યુટી મેયર શ્રી કમલેશભાઈ ડાભી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. વી. દેસાઈ સહિત મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ અને અધિકારીઓએ જાતે શ્રમદાન કરીને બોરસદ ચોકડી થી જીટોડિયા રોડ ઉપરના વિસ્તારને સ્વચ્છ બનાવવામાં પોતાનો ફાળો આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...