વાઘોડિયા રોડ પર શ્રી અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાંથી રૃ. ૮.૨૮ કરોડના દાગીના તફડાવી લેવાના બનેલા બનાવનો ભેદ ઉકેલવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.મુંબઇથી ઓર્ડર આપીને દાગીના મંગાવનાર દુકાનદાર ભાવિક સોનીએ જ ગેંગ બનાવીને ખેલ કર્યો હોવાનો ભેદ ઉકેલાતાં પોલીસે સાતની ધરપકડ કરી દાગીના કબજે કરવા રિમાન્ડની તજવીજ કરી છે.
ડાકોરમાં સોનીની દુકાન ચલાવતા ભાવિક દિપેશભાઇ સોનીએ અગાઉ મુંબઇના ઝવેરી બજારમાં આવેલી શુગન ગોલ્ડ પ્રા.લિ.સાથે વેપાર કર્યો હોવાથી તેનો સારો પરિચય હતો.આ કંપનીને ચૂનો ચોપડવાના ઇરાદે ભાવિકે વાઘોડિયારોડ પર એક દુકાન ભાડે રાખી હતી અને શ્રી અંબિકા જ્વેલર્સના નામે ધંધો શરૃ કર્યો હતો. ભાવિકે મુંબઇની કંપની પાસેથી રૃ.૮.૨૮ કરોડની કિંમતનું સાડા પાંચ કિલો સોનું મંગાવ્યું હતું.જે સોનું બે બેગમાં લઇને તા.૧૧મી ઓક્ટોબરે ડિલિવરી આપવા આવેલા મેનેજર વોશરૃમમાં જતાં જ ત્રણ જણા દુકાનમાંથી બેગો ઉઠાવી સ્કૂટર પર ફરાર થઇ ગયા હતા.ઉપરોક્ત બનાવની તપાસ બાપોદ પોલીસ પાસેથી લઇને ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતાં ઇન્ચાર્જ એસીપી ડીજે ચાવડા,પીઆઇ બીડી જીતિયા અને ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઇલ સવેલન્સ પરથી ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલ્યો છે.
પોલીસની તપાસમાં દુકાનદાર ભાવિક દિપેશકુમાર સોનીએ જ ગેંગ બનાવની ખેલ પાડયો હોવાની વિગતો ખૂલી છે.ભાવિકે દુકાનની ચાવી પાણીના જગ પાસે મૂકી હતી.મેનેજર અને તેના માણસો આઘા પાછા થતાં ત્રણ જણા તાળું ખોલીને બંને બેગો ઉઠાવી ગયા હતા.પોલીસે ભાવિક સોનીને ગોવાથી દબોચી લીધો છે.જ્યારે તેના છ સાગરીતોને પણ ઉઠાવી લઇ કુલ રૃ.૩.૧૧ કરોડનું ૨કિલો ૩૭૬ ગ્રામ સોનું કબજે લીધું છે.
બાપોદની અંબિકા જ્વેલર્સમાંથી રૃ.૮.૨૮ કરોડની કિંમતનું સોનું વગે કરવાના કારસાનો પર્દાફાશ થતાં બાકીનું સોનું રિકવર કરવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,દુકાનદાર ભાવિક સોનીએ રૃ.૮.૨૮ કરોડનું સોનું ઓર્ડરથી મંગાવીને તેને વગે કરવાનો પ્લાન બનાવ્યો હતો.પોલીસે ટોળકીને ઝડપી પાડતાં તેમની પાસેથી કુલ રૃ.૩.૧૧ કરોડનું સોનું રિકવર થયું છે.જ્યારે બાકીનું ૫.૧૭ કરોડનું સોનું ક્યાં ગયું તે જાણવા ભાવિક સહિત ત્રણ આરોપીને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.
પોલીસની તપાસમાં એવી પણ વિગતો બહાર આવી હતી કે વડોદરાથી ભાગીને ટોળકી હાલોલ પહોંચી હતી.જ્યો કપડાંની એક દુકાનમાં તેમણે કપડાં બદલ્યા હતા અને ત્યારબાદ એક ફાર્મમાં રૃમ ભાડે રાખીને ભાગ બટાઇ કરી હતી.સ્કોર્પિઓ કાર લઇને તેઓ કેનાલ પર ગયા હતા અને લેપટોપ સહિતની એક બેગ પાણીમાં પધરાવી દીધી હતી.સાડા પાંચ કિલો સોનું વગે કરવાના કેસમાં પકડાયેલી ટોળકીના સાગરીતોની વિગત અને તેમની ભૂમિકાની વિગતો નીચે મુજબ છે.
ભાવિક દિપેશકુમાર સોની નવો કુંભારવાડો,ડાકોર અંબિકા જ્વેલર્સનો સંચાલક-સૂત્રધાર
મહેશ કાશીરામ ભરવાડ દરજીપુરા આરટીઓ સૂત્રધાર અને ગેંગ વચ્ચે સંકલન અપહરણ,દારૃ સહિત ત્રણ ગુના
દીપક રમેશભાઇ વાઘેલા પટેલપાર્ક,વારસિયા બેગ ઉઠાવી જનાર ત્રિપુટીનો સભ્ય મારામારી,અપહરણના બે ગુના
જયેશ કાલકાપ્રસાદ કહાર સાંઇમાલા એપાર્ટમેન્ટ,કિશનવાડી ઉપર મુજબ હત્યોનો પ્રયાસ,હુલ્લડ સહિત ૮ગુના
રાહુલ હનુભાઇ મીર અયોધ્યા નગર,ખોડિયારનગર ઉપર મુજબ મારામારીના બે ગુના
સાજન મધુસુદન ભોઇ જમના રેસિડેન્સી,બાપોદ ફાર્મ ભાડે રાખ્યુંં ખૂનનો પ્રયાસ,ચોરી સહિત ૮ ગુના
સાગર કૈલાસભાઇ વાઘેલા પાણીગેટ કુંભારવાડા બાઇક પર હાલોલ ગયો,ભાગબટાઇ કરી લૂંટ,ચોરી,ખૂનનો પ્રયાસ સહિત ૧૨ ગુના
સોનું વગે કરવાના કેસના મુખ્ય સૂત્રધાર ભાવિક સોનીએ ખેલ પાડવા માટે મહેશ ભરવાડની મદદ લીધી હતી.જે પેટે મહેશે એડવાન્સમાં રૃ.૪૦ હજાર લીધા હતા અને ૧૫થી૨૦ જોડી ચાંદીના છડા અને ૫૦૦ ગ્રામ ચાંદી લીધા હોવાની વિગતો બહાર આવી છે.
