અમેરિકા-જાપાન પણ હચમચી ગયા, પાડોશી દેશે વાંધો ઊઠાવ્યો

અમેરિકા-જાપાન પણ હચમચી ગયા, પાડોશી દેશે વાંધો ઊઠાવ્યો

કિંમ જોંગનું ઉત્તર કોરિયા ક્યારે શું કરશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે. આ વખતે ઉ.કોરિયાએ એવી મિસાઇલનું પરીક્ષણ કર્યું કે પાડોશી દેશો સહિત જાપાન અને અમેરિકા પણ હચમચી ગયા. કિમ જોંગના દેશે રવિવારે પૂર્વ કિનારેથી થોડા જ કલાકોના અંતરમાં બે શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલો એક પછી એક લોન્ચ કરીને કોરિયન પ્રાયદ્વીપમાં ફરી એકવાર તણાવ વધારી દીધો છે.

આ અઠવાડિયાની અંદર ઉત્તર કોરિયાનું આ બીજું મિસાઈલ પરીક્ષણ હતું. દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વૉનસન વિસ્તારમાંથી લોન્ચ કરાયેલી આ મિસાઈલોમાંથી પહેલી મિસાઈલે લગભગ 450 કિલોમીટર અને બીજી મિસાઈલે 600 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું હતું. દક્ષિણ કોરિયન સેનાનું અનુમાન છે કે આ મિસાઈલો હ્યાસોંગ-11 સીરિઝની હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન દ્વારા કરવામાં આવેલા સંયુક્ત સૈન્ય અભ્યાસો સામે ઉત્તર કોરિયાએ નારાજગી વ્યક્ત કરી હતી. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે તાજેતરમાં જ અમેરિકાની આગેવાની હેઠળના સૈન્ય અભ્યાસોને તણાવનું કારણ ગણાવ્યું હતું અને પોતાના પરમાણુ શસ્ત્રો મજબૂત કરવાની નીતિમાં કોઈ ફેરફાર નહીં થાય તેવો દાવો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...