બહેરામપુરમાં પોલીસ ચોકી પાછળ જ બે જૂથ વચ્ચે પથ્થરમારો, રહીશો ભયભીત

બહેરામપુરમાં પોલીસ ચોકી પાછળ જ બે જૂથ વચ્ચે પથ્થરમારો, રહીશો ભયભીત

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં જમીનના જૂના વિવાદને લઈને એક જ કોમના બે જૂથો સામસામે આવી જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગત મોડી રાતે બહેરામપુરા પોલીસ ચોકીની પાછળના ભાગે જ બનેલી આ ઘટનામાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો અને સામસામે પથ્થરમારો થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, પ્રોપર્ટીની માલિકી અને બાબતને લઈને બંને જૂથો વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું. જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં સામસામે આવી ગયા હતા. અચાનક શરૂ થયેલા પથ્થરમારાને કારણે દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવીને પરિસ્થિતિને થાળે પાડી હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી પથ્થરમારો કરનારા તત્ત્વોની ઓળખ હાથ ધરી છે અને આગળની કાયદેસરની તપાસ ધમધમાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...