હાઇટેન્શન લાઇનને ધજા અડી જતા શોભાયાત્રાના બે યુવકો દાઝી ગયા

હાઇટેન્શન લાઇનને ધજા અડી જતા શોભાયાત્રાના બે યુવકો દાઝી ગયા

રામદેવ પીરની શોભાયાત્રા દરમિયાન નેજા (ધજા) લઇને ભક્તો આત્મજ્યોતિ આશ્રમ જતા હતા. તે દરમિયાન ઉપરથી પસાર થતી હાઇટેન્શન લાઇનને નેજા અડકી જતા એક યુવક સળગી ઉઠયો હતો. તેને બચાવવા ગયેલો બીજો યુવક પણ દાઝી ગયો હતો. બંનેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, આજે રામદેવ પીરના નવરાત્રિના અંતિમ દિવસે ઠેર – ઠેર નાની મોટી શોભાયાત્રાઓ નીકળી હતી. દિવાળીપુરા હવેલી પાસેથી આજે બપોરે એક શોભાયાત્રા નીકળી હતી.જેમાં ૧૫ ભક્તો જોડાયા હતા. હાથમાં ધજા લઇને તેઓ આત્મજ્યોતિ આશ્રમ સુધી જવાના હતા. રાજેશ ટાવર રોડ પરથી તેઓ જતા હતા. તે દરમિયાન ઉપરથી પસાર થતા હાઇટેન્શન લાઈનને ધજા અડી જતા કરંટનો જોરદાર ઝાટકો લાગ્યો હતો.

હાથમાં ધજા પકડનાર પીયૂષ નાયક (ઉં.વ.૨૪) અચાનક જ સળગી ઉઠયો હતો. તેને બચાવવા જતા અક્ષય રાજપૂત પણ કરંટના કારણે દાઝી ગયો હતો. સળગી ઉઠેલા પીયૂષ પર લોકોએ પાણી છાંટી આગ બુઝાવી હતી. ત્યારબાદ બંને યુવકોને સારવાર માટે નજીકની ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પીયૂષ ૯૦ અને અક્ષય ૫૦ ટકા જેટલો દાઝી ગયો હોવાનું જાણવા મળ્યું છે. બંનેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...