ટૂર પર આવેલા યુવકને શંકાસ્પદ ઇબોલા

આફ્રિકાના કોંગોમાં રહેતો ૩૭ વર્ષનો યુવક વડોદરાની એક કંપનીમાં બિઝનેસ ટૂર પર આવ્યો હતો. મોડીરાત્રે તેને તાવ આવતા વારસિયા રિગરોડ પરની ખાનગી  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, આફ્રિકાના કોંગોમાં રહેતો ૩૭ વર્ષનો યુવક  બિઝનેસ ટૂર પર ભારતમાં આવ્યો હતો. મુંબઇમાં રોકાયા પછી સેલવાસ અને દમણ ગયા પછી તે ગઇકાલે વડોદરાની એક કંપનીમાં વિઝિટ માટે આવ્યો હતો. રાત્રે તેને તાવ આવતા કંપનીનો સ્ટાફ તેઓેને સારવાર માટે વારસિયા રિંગરોડની  હોસ્પિટલમાં લઇ ગયો હતો. ટ્રાવેલિંગ હિસ્ટ્રી જાણ્યા પછી  દર્દીને ક્વોરન્ટાઇન કરાયો હતો. હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે,  અમારી પાસે ઇબોલાની સારવાર માટેની માન્યતા નથી. જેથી, કોર્પોરેશનને જાણ કરવામાં આવતા દર્દીને વધુ સારવાર માટે અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...