રોડ પર કારે છકડાને અડફેટે લેતા વૃદ્ધનું કરુણ મોત

મહુવા તાલુકાના બગદાણા-ઠળીયા રોડ પર બેફામ ગતિએ દોડતી એક કારે છકડાને જોરદાર ટક્કર મારતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, તળાજા તાલુકાના રાળગોન ગામના રહેવાસી વજાભાઈ મકવાણા ગત રોજ છકડા (રજી. નં. જીજે-૦૪-એયુ-૬૮૧૭) માં બેસીને બગદાણાથી પોતાના ગામ રાળગોન તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બગદાણા-ઠળીયા રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ નજીક સામેથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલી હોન્ડા એલિવેટ કાર (રજી. નં. જીજે-૦૪-એએફ-૦૮૬૧) ના ચાલકે છકડાને અડફેટે લીધો હતો.આ અકસ્માતમાં વજાભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા,

જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે મૃતકના પુત્ર રણછોડભાઈ મકવાણાએ બગદાણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (મ્શજી) અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી ફરાર કાર ચાલકને ઝડપી પાડવા આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *