છેલ્લા ૭૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ આગામી તા.૨૧ નવેમ્બરને શનિવારે શહેરના ડાયમંડ ચોક ખાતે મિત્રમંડળ દ્વારા પરંપરાગત રીતે તુલસીવિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ અવસરે મહાપૂજા, લગ્નગીતના ફટાણા અને જુદા જુદા માતાજીની ઝાંખી સહિતના કાર્યક્રમો યોજાશે.
રાજય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરેલા આ તુલસી વિવાહની ઉજવણી અંતર્ગત આ વર્ષે ભગવાન લાલજી મહારાજનો વરઘોડો કાળીયાબીડમાંં ભગવતી સર્કલમાં આવેલ સદગુરૃ આશ્રમ (સંત પૂ.વિશાલબાપુ) ખાતેથી આવશે. તા.૨૧મીએ બપોરે ૩-૩૦ કલાકે માતા તુલસીવૃંદાની બહેનોની પૂજાવિધિ રાખેલ છે. ભગવાની લાલજી મહારાજ અને માતા તુલસીવૃંદાની બહેનોની પૂજાવિધિ રાખેલ છે. ભગવાન લાલજી મહારાજ અને માતા તુલસીવૃંદાની હસ્તમેળાપની વિધિ રાત્રે ૮-૩૦ કલાકે રાખેલ છે.
આ વર્ષે તુલસીવૃંદાનું કન્યાદાન પ્રતિકભાઈ જોષી કરશે. લગ્નવિધિ દરમિયાન લોકગાયિકા રાજશ્રીબેન પરમાર તથા તેમની ટીમ ફટાણા રજુ કરશે. આ સાથે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા જુદા જુદા માતાજીની ઝાંખી કરાવાશે.લગ્નવિધિ બાદ જય બહુચર મા રાધાકૃષ્ણ ગૃપના રાધામાસીનો રાધાકિશનના રાસનો પ્રોગ્રામ રાખેલ છે. આયોજન સંદર્ભે મિત્રમંડળ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.
