સૌંદર્ય સમસ્યા

હું 21 વરસની યુવતી છું. મારી સમસ્યા એ છે કે છાતીથી લઇ નાભી સુધી સીધી રેખામાં વાળ નિરંતર વધ્યા જ કરે છે. પરિણામે હું ચોક્કસ ડિઝાઇનનાં પોશાક પહેરી શકતી નથી. રોજ તો હું આ વાળને દૂર કરી શકતી નથી. મારી આ સમસ્યાનું નિવારણ કરતાં ઉપચાર જણાવશો.
એક યુવતી (અમરેલી)
ઉત્તર : તમારા પત્ર પરથી એવું જણાય છે કે તમારા હૉર્મોન્સનાં પ્રમાણમાં ફેરફાર થઇ રહ્યો લાગે છે. નાનપણથી જ પેટ પરની સીધી રેખામાં વાળ અધિક હોય તો અલગ વાત છે, પરંતુ વાળ સતત વધતાં હોય તો તે સારું નથી. તમે નિષ્ણાંતની સલાહ લઇ હૉર્મોન્સનું ચેકઅપ કરાવશો. બ્લિચથી પણ તેને છુપાવી શકો છો. કોલ્ડ વેક્સની સ્ટ્રિપથી વાળ કાઢી શકો છો. વેક્સિંગથી વાળ કાઢવાથી રોજ વાળ કાઢવા નહીં પડે ઉપરાંત વાળ સખત પણ નહીં આવે.
હું ૨૦ વરસની યુવતી છું. મારે એ જાણવું છે કે ઓછામાં ઓછો મેકઅપ કરી આકર્ષક કઇ રીતે થઇ શકાય છે.
એક યુવતી (ગુજરાત)
ઉત્તર : ઓછામાં ઓછા મેકઅપ માટે મસ્કરા, હોઠ પર લિપસ્ટિક અને ચીક બોન્સ પર બ્લશર લગાડી મેકઅપ કરી શકાય.
હું ૨૧ વરસની યુવતી છું. માર્કેટિંગની નોકરી કરતી હોવાથી બહાર તડકામાં ફરવું પડે છે. પરિણામે મારી ત્વચા અને હાથ કાળા થઈ ગયા છે. મારી આ સમસ્યાનું નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *