હનુમાનજીનો 178મો ભવ્ય પાટોત્સવ 3 દિવસ કથા, અન્નકૂટ અને મારુતિયજ્ઞ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

હનુમાનજીનો 178મો ભવ્ય પાટોત્સવ 3 દિવસ કથા, અન્નકૂટ અને મારુતિયજ્ઞ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો 178મો વાર્ષિક પાટોત્સવ વિક્રમ સંવત 2082ના આસો વદ-5, 30મી ઓક્ટોબર 2026 રોજ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે. આ પાટોત્સવ પ્રસંગે મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

પાટોત્સવના પાવન અવસર નિમિત્તે 28મી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર સુધી ત્રિદિનાત્મક ‘શ્રી હનુમંત ચરિત્ર કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. કથાના શુભારંભ પૂર્વે 28મી ઓક્ટોબરના રોજ સાંજે 4 કલાકે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરથી એક ભવ્ય પોથીયાત્રા નીકળશે.

>મંગળા આરતી: સવારે 5:30 કલાકે
>શણગાર આરતી: સવારે 7:00 કલાકે
>અભિષેક: સવારે 8:00 કલાકે
>અન્નકૂટ આરતી: સવારે 11:00 કલાકે
>કથા પૂર્ણાહૂતિ: બપોરે 11:30 કલાકે
>મારુતિયજ્ઞ પૂર્ણાહૂતી: બપોરે 12:00 કલાકે

મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય મહારાજશ્રી તથા સદગુરુ સંતોના વરદહસ્તે દાદાનો અભિષેક, પાટોત્સવ પૂજન અને મારુતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...