સની અને હાશ્મી બોક્સ ઓફિસ પર ટકરાશે

આગામી ઓગસ્ટમાં સની દેઓલ અને ઈમરાન હાશ્મી બોક્સ ઓફિસ પર ટકરાશે. 

સની દેઓલની ‘લાહોર ૧૯૪૭’ ૧૪મી ઓગસ્ટે રીલિઝ કરવાની જાહેરાત થઈ ચૂકી છે. હવે ઈમરાન હાશ્મીની ‘આવારાપન ટુ’ પણ આ જ દિવસે રીલિઝ કરવાનું જાહેર કરાયું છે. 

ઉલ્લેખનીય છે કે સની દેઓલની ફિલ્મનું ટાઈટલ બદલાઈને ‘બટવારા ૧૯૪૭ ‘ પણ થઈ શકે છે તેવા  અહેવાલો છે. 

બીજી તરફ ‘આવારાપન ટુ’ મૂળ આ મહિને જ રીલિઝ થવાની હતી પરંતુ કોઈ કારણોસર તે પાછી ઠેલાતાં હવે સની દેઓલની ફિલ્મ સાથે ટકરાશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...