સારા અલી ખાન દિલ ખોલીને વાત કરે છે

સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન પોતાના ચાહકો માટે દિલ ખોલીને વાત કરે છે.ફિલ્મોની પસંદગી બાબતે એક ઇન્ટરવ્યુમાં સારા અલી ખાને કહ્યું હતું કે, મારી ફિલ્મોની પસંદગી હંમેશા હું જ કરું છું. મારા પિતા જેને તેે અબ્બા કહીને સંબોધે છે તે કદી મારી ફિલ્મોની પસંદગીમાં દખલગીરી કરતા નથી. સ્ક્રિપ્ટ વાંચ્યા પછી જ મારે એ ફિલ્મમાં કામ કરવું છે કે નહીં તેનો નિર્ણય હું જ લઉં છું.

સારા અલી ખાને શાળાના દરેક વેકેશન લંડનમાં પસાર કર્યા છે. માતા અમૃતા સિંહ, પિતા સૈફ અને ભાઇ ઇબ્રાહિમને પણ લંડન બહુ ગમતું હતું. અમે અમારી શાળાની રજાઓ લંડનમાં જ પસાર કરતા હતા. હું દર વરસે વેકેશનમાં લગભગ દોડ મહિનો લંડનમાં જ પસાર કરતી હતી.આ ઉપરાંત તેને તેના દાદાનો પટૌડી પેલેસ પણ બહુ પસંદ છે. નાનપણમાં પણ સારા અલી ખાને પટોડી પેલેસમાં ઘણો સમય વિતાવ્યો છે. પટૌડી પેલેસ સાથે તેની બાળપણની ઘણી યાદો જોડાયેલી છે.જોકે હવે દીવાળી, નવું વરસ અને ક્રિસમસ વેકેશનમાં જ તે હવે પટૌડી પેલેસમાં રહેવા જાય છે.

મારી માતા મારા દિલની અને મારા જીવનની બહુ નજીક છે. તેણે સિંગલ મધર રહીને અમને જે રીતે ઉછેર્યા અને સંઘર્ષ કર્યો છે તે તેને દાદ આપવા જેવું છે. હું મારી માતાના સિંગલ મધરના અનુભવથી એક વાત જરૂ શીખી છું કે જીવનમાં ખાસ કરીને ખરાબ સમયમાં કોઇ કોઇનું હોતું નથી. વ્યક્તિએ પોતે જ આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર આત્મનિર્ભર બનવું પડતું હોય છે.

હું દ્રઢ પણે માનું છું કે, દરેક વ્યક્તિએ દરરોજ પોતાને બહેતર બનાવવાનો પ્રયાસ કરવો જોઇએ. જોકે પોતાના જીવનના મૂળને યથાવત રાખવા જોઇએ.
હું મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાઉં ત્યારે મોટા ભાગે મને ટ્રોલ કરવામાં આવતી હોય છે. પરંતુ પરમેશ્વરની પૂજાનો નિર્ણય દરેક વ્યક્તિની અંગત આસ્થા પર આધાર રાખતો હોય છે.

હું મારા માતા-પિતાનું મિશ્રણ વર્ઝન છું એમ કહી શકું છું. હું તેમની જેમજ ખુલ્લા વિચાર ધરાવું છું અને કોઇની પણ પરવાહ કર્યા વગર મારું મન કહે તે જ કરું છું.
મને મુસાફરીનો બહુ શોખ છે. હું એકલી પણ સફરે નીકળી પડું છું. જોકે તેનો મતલબ એ નથી કે મને મારા પરિવાર સાથે હરવું-ફરવું ગમતું નથી કે તેમના પર પ્રેમ નથી. પરંતુ મને એકલા ફરવામાં પણ આનંદ આવે છે.

વર્લ્ડ ટુરકરવાનું મારું શમણું હું ધીરે ધીરે પુરું કરી રહી છું હું દેશ-વિેદેશ જ્યાં પણ સફર પર જાઉંં છું ત્યાંથી મને બંગડીઓ ખરીદવાનો બહુ શોખ છે. મારી પાસે દેશ-દેશાવરની બંગડીઓ છે.સારા અલી ખાને પોતાની ૮ વરસની કારકિર્દીમાં ૧૩થી વધુ ફિલ્મો આપી છે જેમાંથી ફક્ત ચાર જ ફિલ્મો હિટ ગઇ છે. અભિનેત્રીએ ૨૦૧૮માં સુશાંત સિંહ રાજપુત સાથે કેદારનાથ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું.જેમાં તેનો અભિનય વખાણવામાં આવ્યો હતો. તેને આ માટે બેસ્ટ ફીમેલ ડેબ્યુ એવોર્ડ પણ મળ્યો હતો. સુશાંત અને સારાની જોડીની કેમેસ્ટ્રીને વખાણવામાં આવી હતી.

ફિલ્મ કેદારનાથ પછી સારા અલી ખાન એ અહતી.જે બ્લોકબસ્ટર ગઇ હતી. શરૂઆતની જ બે ફિલ્મો સફળ જતાં સારા અલી ખાનનું નામ ચર્ચિત અભિનેત્રીઓમાં સામેલ થઇ ગયું હતું.પરંતુ આ બે ફિલ્મોની સફળતા પછી સારાની કારકિર્દી પર બ્રેક લાગી ગઇ. ૨૦૨૦માં કાર્તિક આર્યન સાથે લવ આજ કલ અને વરુણ ધવન સાથ કુલી ે નંબર વન રિલીઝ થઇ હતી. બન્ને ફિલ્મો એક જ વરસમાં રિલીઝ થઇ અને બન્ને બોક્સ ઓફિસ પર પછડાઇ હતી. લોકોએ આ ફિલ્મોને વખોડી કાઢી હતી.૨૦૧૮ ના પાંચ વરસ પછી સારા અલી ખાને વિક્કી કૌશલ સાથે જરા હટકે જરા બચકે ફિલ્મ કરી જે બોક્સ ઓફિસ પર કર્મશિયલી સફળ થઇ હતી. જોકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય પછી એક ફિલ્મ હિટ થવાથી વધુ લાભ થતો હોતો નથી.

આ પછી સારા અલી ખાનની ૩ ફિલ્મો આવી જે બોક્સ ઓફિસ પર ેવરેજ સાબિત થઇ હતી. જેમાં સ્કાઇ ફોર્સ, મેટ્રો ઇન દિનો અને પતિ-પત્ની ઔર વો દો સામેલ હતી. એનો મતલબ લોકોએ એ ગણ્યો કે ડેબ્યુ પછીની બે ફિલ્મોની સફળતા બાદ સારા માટે એ સમય કોઇ ખાસ રહ્યો નહોતો.
સારાએ આ દરમિયાન ઘણા ટોચના સ્ટાર્સ સાથે કામ કર્યું અને ઘણા મોટા પ્રોજેક્ટનો હિસ્સો રહી પરંતુ તેને એવી ફિલ્મો ન મળી કે જે તેની કારકિર્દી માટે માઇલસ્ટોન સાબિત થાય.

આ દરમિયાન સારાએ પોતાની કારકિર્દીમાં ે એવી પણ ફિલ્મો કરી જે ઓટીટી પર રિલીઝ થઇ. ૨૦૨૧માં અતકરંગી ફિલ્મમાં તે અક્ષય કુમાર અને ધનુષ સાથે જોવા મળી હતી અને આ ફિલ્મને દર્શકોએ ઠીક ઠીક વખૈાણી હતી.સારાએ વિક્રાંત મેસી સાથે ૨૦૨૧માં ગેસલાઇટમાં કામ કર્યું આ ઉપરાંત તેણે એક મલ્ટીસ્ટારર ફિલ્મ મર્ડર મુબારક પણ કરી બન્ને ફિલ્મો દર્શકોનું ધ્યાન ખેંચી શકવામાં નિષ્ફળ રહી હતી.સારા અલી ખાનને ઉડતા તીર ફિલ્મ માટે ઘણી ઉમ્મીદ હતી પરંતુ તે પણ તેને ખાસ ફાયદો કરાવી શકશે એમ આલોચકોને લાગ્યું નહોતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *