PM મોદીનું વર્ચ્યુઅલ સંબોધન, કહ્યું-‘પદ નહીં પણ પરિશ્રમનું મહત્ત્વ’

ગુજરાતની 182 બેઠકો પર ભાજપનો દિવાળી સ્હેન મિલન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. વર્ચ્યુઅલ સંબોધનમાં PM મોદીએ પાર્ટીના રાજ્યભરના કાર્યકર્તાઓને દિવાળી અને ગુજરાતી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું કે, ‘પદ નહીં પણ પરિશ્રમનું મહત્ત્વ…

નવેમ્બર 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની પ્રથમ દિવાળીને યાદ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ‘આ અવસર કચ્છના ભૂકંપથી પ્રભાવિત લોકો સાથે વિતાવ્યો હતો. આ અનુભવે એ માન્યતાને વધુ દૃઢ બનાવી કે તહેવારોનો સાચો આનંદ બીજાના જીવનમાં આશા લાવવામાં રહેલો છે. ત્યારથી કચ્છ આશા અને વિકાસના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *