ક્લેઈમ દાખલ કરવા સમયમર્યાદા લાદવી ગેરકાયદેઃ હાઈકોર્ટ

મુંબઈ : વીમા કંપનીઓ  આરોગ્ય વીમા દાવા દાખલ   કરવા કોઈ જાતની સમયમર્યાદા લાદી શકે નહિ, આવી સમયમર્યાદા બિલકૂલ ગેરકાયદેસર છે તેમ જણાવી  બોમ્બે હાઈકોર્ટે યુનાઈટેડ ઈન્શ્યોરન્સ કંપનીને એક વીમાધારક તથા તેની પત્નીના કુલ રૂ. ૧.૧૩ લાખના આરોગ્ય વીમા દાવાઓ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

હોસ્પિટલમાં દાખલ થયાની નિર્ધારિત ૯૦ દિવસની સમયમર્યાદા પૂૂર્ણ થયા પછી દાવો દાખલ કરાયો છે એમ જણાવી કંપનીએ ક્લેઈમ નકારી કાઢ્યો હતો. જોકે, ન્યાયાધીશ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેની બેન્ચે ઠરાવ્યું હતું કે સમયગાળાની સમાપ્તિ પર વીમાધારકના અધિકારોને ખતમ કરતી પોલિસી મુદત ભારતીય કરાર અધિનિયમની કલમ ૨૮(બી)ની વિરુદ્ધ છે અને તેથી તે રદબાતલ છે.

અરજદાર, સીપી રવિન્દ્રનાથ મેનને, તેમના એમ્પ્લોયર, એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રુપ હેલ્થ વીમા કવચનો લાભ લીધો હતો.

૨૪ મે, ૨૦૨૨ ના રોજ, તેમણે બેંક દ્વારા પોતાના અને તેમની પત્ની માટે અલગ અલગ સમયગાળા માટે ચાર વીમા દાવા સબમિટ કર્યા હતા, જે કુલ રૂ. ૧.૧૩ લાખ હતા. જોકે, કંપનીએ સમયમર્યાદાનું કારણ આગળ ધરી દાવા નકારતાં મેનને હાઈકોર્ટમાં અરજી કરી હતી.  મેનને પોતાની અરજીમાં ઓરિએન્ટલ ઇન્શ્યોેરન્સ કંપની કેસમાં ૨૦૨૨ના સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. 

સુપ્રીમ કોર્ટે વીમા દાવો દાખલ કરવા માટે સમયમર્યાદાની શરતને ભારતીય કરાર અધિનિયમ, ૧૮૭૨ ની કલમ ૨૮(બી) ની વિરુદ્ધ ગણાવી હતી અને તેથી તેને રદબાતલ ઠેરવી હતી.

વીમા કંપનીએ  પોતાની દલીલમાં કહ્યુુ ંહતું કે  સર્વોેચ્ચ અદાલતનો નિર્ણય ચોક્કસ તથ્યો પર આધારિત હતો અને તેને આ કેસમાં લાગુ કરી શકાતો નથી.

તેમાં દલીલ કરવામાં આવી હતી કે પોલિસી એક કરાર હતો અને અરજદાર તેની શરતોથી બંધાયેલો હતો, જેમાં ૯૦ દિવસથી વધુ સમય પછી દાવા સબમિટ કરવામાં આવે તો વળતરનો ઇનકાર કરતી કલમનો પણ સમાવેશ થાય છે. જોકે, હાઈકોર્ટે  આ દલીલ ફગાવી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...