‘રામાયણ’ ફિલ્મ રિલીઝ પહેલા વિવાદમાં, રામલીલા મહાસંઘે આપી ચેતવણી

ણબીર કપૂરના અભિનયવાળી રામાયણ હવે સોશિયલ મીડિયાની સાથે-સાથે દેશભરમાં ચર્ચાનો એક મોટો વિષય બની ચૂકી છે. નવી દિલ્હીની શ્રી રામલીલા મહાસંઘે તેના રિલીઝ થતા પહેલા જ સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. મહાસંઘે દિલ્હીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મને લઈને કેટલીક માંગણીઓ મૂકી છે, જેની સાથે-સાથે તેમણે મેકર્સને ચેતવણી પણ આપી છે.

રામાયણ ફિલ્મને લઈને શ્રી રામલીલા મહાસંઘના પ્રમુખની માંગ છે કે ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરતા પહેલા તેને તેમના પ્રતિનિધિ મંડળને બતાવવામાં આવે. તેમણે આ માટે ફિલ્મના મેકર્સ નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રાને એક લેટર પણ લખ્યો છે, જેમાં તેમની માંગનો ઉલ્લેખ કર્યો છે. તેઓ આવું એટલા માટે કરવા માંગે છે જેથી ફિલ્મની રિલીઝ પછી કોઈપણ હિન્દુઓની ભાવનાઓને ઠેસ ન પહોંચે.

મહાસંઘના પ્રમુખ નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રાને લખેલા લેટરમાં તેમને યાદ અપાવ્યું છે કે આ પહેલા ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારની મેગા બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’ આવી હતી, જેમાં પ્રભાસ, સૈફ અલી ખાન જેવા સ્ટાર્સ હતા. તેના પણ ઘણા સિન્સ પર સનાતની અને રામાલીલા મંચન સાથે જોડાયેલા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ સિન્સમાં સોનાની લંકાને કાળી બતાવવી, મહાજ્ઞાની રાવણને મંગોલ લૂંટારાઓ અને તેમની સેનાને રાક્ષસોની સેના જેવા ઘણા સિન્સ હતા. તે ફિલ્મનું પરિણામ એ રહ્યું કે તે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી.

પત્રમાં આગળ જણાવ્યું કે તેમને મળેલી અધિકૃત માહિતી મુજબ રણબીર કપૂરવાળી રામાયણ ફિલ્મમાં એવા ઘણા સીન છે જે દેશ-વિદેશમાં વસતા હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. એવામાં શ્રી રામાલીલા મહાસંઘ આ ફિલ્મને રિલીઝ પહેલા એક સ્પેશિયલ શોમાં જોઈને નિશ્ચિત કરવા માંગે છે કે જો ફિલ્મમાં એવો કોઈ વિવાદાસ્પદ સીન અથવા સંવાદ છે તો તેને રિલીઝ કરતા પહેલા હટાવી દેવામાં આવે. તેમણે ફિલ્મના મેકર્સને ચેતવણી આપી છે કે જો આવું નહીં કરવામાં આવે તો દિલ્હી સહિત અન્ય રાજ્યોના થિયેટરોની બહાર હિન્દુ સંગઠનો સાથે શ્રી રામાલીલા મહાસંઘના હજારોની સંખ્યામાં વિરોધ અને ધરણા પ્રદર્શન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...