026ની સાલથી પહેલી એપ્રિલથી અમલમાં મૂકવામાં આવેલા આવકવેરાના નવા કાયદા હેઠળ આવકવેરા અધિકારી પાસેથી નોન ટેક્સેબલ ઇન્કમ જ હોવાનો લેટર ન લીધો હોય અને વિદેશ પ્રવાસે જવા નીકળેલા પ્રવાસીને ઍરપૉર્ટનો ઇમીગ્રેશન અધિકારી વિદેશ જવાની મંજૂરી ન આપે અને ઍરપૉર્ટ પરથી જ પાછા મોકલી શકે છે. પહેલી એપ્રિલ 2026થી આ નવો નિયમ અમલમાં આવી ગયો છે.
સીનિયર સિટીઝનની કેટેગરીમાં આવી ગયેલા અને સંતાનોએ વિદેશ બોલાવ્યા હોય તેવા સંખ્યાબંધ માતાપિતાઓ 2026ના બજેટમાં દાખલ કરવામાં આવેલી નવા ફોર્મ 157ની જાણકારી ન ધરાવતા હોવાથી તેમને ઍરપૉર્ટ પરથી પરત ફરવાની નોબત આવી શકે છે.
2025ના નવા આવકવેરા ધારાની કલમ 420(4) હેઠળ નોન ટેક્સેબલ ઇન્કમ હોવાનું પ્રમાણપત્રની અરજી કરી હોવાનું ફોર્મ 157 ભરીને આવકવેરા ખાતા પાસેથી તે ફોર્મ ભર્યું હોવાની એકોલેજમેન્ટ રિસીપ્ટ લેવી ફરજિયાત છે. તેને વિદેશ જઈ રહેલા કરદાતાના એક ડિક્લેરેશન તરીકે જોવામાં આવશે. નાણાકીય વર્ષમાં વેરાને પાત્ર આવક ન ધરાવતા એટલે કે વાર્ષિક રૂ. 4 લાખથી ઓછી આવક ધરાવતા સિનિયર સિટીઝનને પરદેશમાં વસી ગયેલા.
તેમના છોકરાઓ બોલાવે ત્યારે તેઓ આ હકીકતથી વાકેફ હોતા નથી. તેથી આવકવેરા અધિકારી પાસેથી ફોર્મ 157 રજૂ કર્યાનું અને ટેક્સેબલ ઇન્કમ ન હોવાનું પ્રસ્થાપિત કરતી અરજીની આવકવેરા ખાતાના અધિકારીઓની સહીસિક્કા સાથેની નકલ રાખવી ફરજિયાત છે. આ નકલ રાખી ન હોય તો તેમને વિદેશ જતાં અટકાવી શકાય છે. ઍરપૉર્ટ પરના અધિકારીઓ તેમની પાસેથી વેરાને પાત્ર આવક ન હોવાનું જણાવતું ફોર્મ 157ની પહોંચ માંગશે
ભારતમાંથી વિદેશ ભણવા જતાં વિદ્યાર્થીઓની પણ બહુધા કેસોમાં ટેક્સેબલ આવક હોતી જ નથી. તેમ જ તેમની પાસે પાનકાર્ડ પણ ન હોવાની શક્યતા રહેલી છે. તેમને પણ નોન ટેક્સેબલ ઇન્કમનું ફોર્મ 157 ભરીને આવકવેરા કચેરીમાંથી ફોર્મ નંબર 157 પર સહી કરાવી લેવી અને ફોર્મ રજૂ કર્યાની પહોંચ મેળવી લેવી ફરજિયાત છે.

