અમદાવાદના બાપુનગરમાં SOGના દરોડા

નશાના કારોબાર સામે લાલઆંખ કરતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ બાપુનગર વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે. SOGની ટીમે બાપુનગરના બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને 8 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે બે શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, SOGની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે બાપુનગરમાં આવેલી મણીલાલ મથુરદાસની ચાલીમાં રેહાન મસ્જિદ સામેના એક તૂટેલા મકાન તેમજ સત્યમ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર દરોડો પાડવામાં આવ્યો હતો. 8 કિલો 142 ગ્રામ ગાંજા સહિત અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 4,12,950 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *