પાકિસ્તાન સામે 27 ઓગસ્ટથી લોર્ડ્સ ખાતે શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચ પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ઇંગ્લેન્ડ અને IPL માં આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમતા 31 વર્ષીય સ્ટાર ઝડપી બોલર બ્રાયડન કાર્સ (Brydon Carse) વિવાદોમાં ઘેરાયા છે. ડર્બી સ્થિત એક નાઇટક્લબની બહાર શનિવારે મોડી રાત્રે પોલીસે બ્રાયડન કાર્સને હાથમાં હથકડી પહેરાવી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી દીધી છે.
સ્ટાર બોલરની અટકાયત, અગાઉ સટ્ટાબાજીમાં સસ્પેન્ડ થયો હતો
