ધી વનમાં રી શૂટિંગ છતાં સપ્ટે.માં રીલિઝ નક્કી

ધી વનમાં રી શૂટિંગ છતાં સપ્ટે.માં રીલિઝ નક્કી

સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ ‘ધી વન’ આગામી પચ્ચીસમી સપ્ટેમ્બરે જ રજૂ થવાની છે તેવું કન્ફર્મ કરાયું છે. ફિલ્મમાં રિ-શૂટ, રિ-એડિટિંગ અને નિર્દેશન ટીમમાં ફેરફારના અહેવાલને કારણે તેની રિલીઝ બાબતે સવાલ ઉઠી રહ્યા હતા. જો કે એકતા કપૂર અને બાલાજી મોશન પિક્ચર્સે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રીલિઝ તારીખની પુષ્ટી કરી છે.

અગાઉ ચર્ચા હતી કે ફિલ્મમાં અનેક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે અને તેના માટે કેટલાક હિસ્સાનું ફરીથી શૂટિંગ તેમજ એડિટિંગ કરવું પડયું છે. ‘પરમેનન્ટ રૂમમેટ્સ’ અને ‘પંચાયત’ જેવી ચર્ચિત સીરીઝના નિર્દેશક દીપક મિશ્રા અને તેની ટીમને કથિત રીત આ ફિલ્મ પ્રોજેક્ટમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
હવે નવી ટીમ હેઠળ ફિલ્મમાં ફેરફાર કરાઈ રહ્યા છે.

ફિલ્મના નવા એડિટિંગ કાર્યની જવાબદારી નીરજ કોઠારી અને સાહિર રઝા સંભાળી રહ્યા છે. તેમજ સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફિલ્મના ક્લાઈમેક્સ અને એક્શન દ્રશ્યોના શૂટિંગ માટે પોતાના વ્યસ્ત કાર્યક્રમથી અતિરિક્ત ૧૭ દિવસ ફાળવ્યા છે. ફેરફારો થયા હોવા છતાં સર્જકોએ ફિલ્મને નિર્ધારીત તારીખે જ રજૂ કરવાની ખાતરી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...