ટ્રમ્પને લાગશે મરચાં! ચીનની મોટી જાહેરાત

Latest News દેશ રાજકારણ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં ભારત ઉપર 50 ટકાથી વધુ ટેરિફ લાદી દીધ્યો છે. જોકે, મોદી સરકાર તેનો જવાબ આપવા માટે રશિયા અને ચીન તરફ મિત્રતાપૂર્ણ સંબંધોને મજબૂત કરવા માટે આગળ વધી રહી છે. ત્યારે એસસીઓ સમિટમાં ચીનના પ્રમુખ જિનપિંગ, ભારતના વડાપ્રધાન મોદી અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચે ઉષ્માભેર મુલાકાત થઈ હતી.

એસસીઓ શિખર સંમેલમાં ચીનના પ્રમુખ શી જિનપિંગે જાહેરાત કરી હતી કે, આ વર્ષે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોને 281 મિલિયન અમેરિકન ડૉલરની ગ્રાન્ટ આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, આ મદદ સભ્ય દેશોની આર્થિક અને વિકાસ સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *