બાઈકર્સ ક્લબનો ગ્રાન્ડ ફિનાલે: અમદાવાદ બન્યું ભારતના સૌથી મોટા રાઈડિંગ મિલનનું કેન્દ્ર
દેશભરમાં વધતા બાઈકિંગ ઉત્સાહ વચ્ચે Bikers Club આજે માત્ર એક રાઈડિંગ ગ્રુપ નથી રહ્યું, પરંતુ એક બાઈકીંગ બ્રધરહુડ કમ્યૂનિટી, એક રાઈડિંગ ફેમિલી તરીકે ઓળખાઈ રહ્યું છે.
2025માં યોજાયેલ PAN India ઇવેન્ટ “Tere Sheher Mein 3.0” એ દેશના 14 શહેરોમાં જબરદસ્ત ધમાકો મચાવ્યો. દરેક શહેરમાં 200થી વધુ રાઈડર્સ જોડાયા છે. ઇવેન્ટનો ઉત્સાહ એટલો વધ્યો કે ગ્રાન્ડ ફિનાલે માટેની રજિસ્ટ્રેશન 200થી વધારીને 300 કરવી પડી. છતાં પણ અનેક રાઈડર્સ વેઈટલિસ્ટમાં જ રહ્યાં. સૌની એક જ લાગણી— “અમે અમારી રાઈડિંગ ફેમિલીનો ગ્રાન્ડ ફિનાલે ચૂકી શકતા નથી!”
સૌથી પ્રેરણાદાયક દૃશ્ય ત્યારે જોવા મળ્યું જ્યારે પુણે, બેંગ્લુરુ, સુરત, રાજકોટ, ઈન્દોર સહિત અનેક શહેરોમાંથી રાઈડર્સ સૈંકડો કિલોમીટરની મુસાફરી કરી પોતાની બાઈક પર અમદાવાદ ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચ્યા.
આ ઇવેન્ટમાં ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ ફિલ્મનાં પરીક્ષિત તમાલીયા અને કુંપલ પટેલ ખાસ હાજર રહ્યાં હતાં. ઇવેન્ટના ગ્રાન્ડ ફિનાલે ખાતે આ બંને કલાકારોની ઉપસ્થિતિએ સમગ્ર માહોલને વધુ ઉર્જાવાન બનાવી દીધો હતો. રાઈડર્સે સ્વાગત સાથે તેમનું અભિનંદન કર્યું અને કલાકારોએ પણ બાઈકર્સ ક્લબની શિસ્ત, એકતા અને બ્રધરહુડની ભાવનાને ખુલ્લામને વખાણી હતી.
પરીક્ષિત તમાલિયા અને કુંપલ પટેલે જણાવ્યું કે, “આવો બ્રધરહુડ અને પોઝિટિવ એનર્જી જોવા જેવી છે. આજના યુવાનો માટે આવી કમ્યૂનિટી માત્ર રાઈડ નહીં, પરંતુ જવાબદારી અને જોડાણની લાગણી છે.” તેમની હાજરીએ ઇવેન્ટને એક અલગ જ સ્ટાર વેલ્યુ આપી, જેમાં રાઈડર્સ, ઓર્ગેનાઈઝર્સ અને હાજર દરેક માટે આ પળો યાદગાર બની રહી.
તે ઉપરાંત, જલ્દી જ રિલીઝ થનારી ગુજરાતી થ્રિલર ફિલ્મ “રહસ્યમ” ની સ્ટાર કાસ્ટમાંથી પ્રિન્સ લિંબાચીયા અને મોહિત શર્મા પણ ઇવેન્ટના ભાગીદાર બન્યા હતાં. તેમની એન્ટ્રીએ ઇવેન્ટને એક અલગ જ સ્ટાર અપિલ આપી, અને રાઈડર્સ માટે આ મુલાકાત એક ખાસ યાદગાર ક્ષણ બની. તેઓએ પણ બાઇક રાઈડની મજા માણી હતી.
