રૂ.8.70 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો, ચારની ધરપકડ

પોલીસે સરખેજ મકરબા ટોરન્ટ પાવર રોડ પર નવા બની રહેલા ઓવરબ્રિજની બાજુમાં આવેલા સત્યદીપ હાઈટ્સ પાસેથી ચાર શખ્સોને વોચ ગોઠવીને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી એમ્બરગ્રીસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને પકડેલા ચાર આરોપીઓ પાસેથી કુલ 8 કિલો 704 ગ્રામ એમ્બરગ્રીસના નાના-મોટા ટુકડાઓ મળ્યા હતા. બજારમાં આ પદાર્થની કિંમત રૂપિયા 8,70,40,000 છે. ઝડપાયેલા ચાર […]

Continue Reading

સાવરકુંડલાના સેંજળ પાસે બોલેરો પલટી જતાં સર્જાયો અકસ્માત

સાવરકુંડલાના સેંજળ પાસે બોલેરો ગાડી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. પાલિતાણાના ગંઢોળ ગામેથી દીકરીને તેડવા આવેલા પરિવારજનોને પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. અકસ્માતના બનાવમાં 1 મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે, જ્યારે 23 જેટલાં મુસાફરો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને 4 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જેમાં 8 […]

Continue Reading

‘જય અંબે’ ના નાદથી ગૂંજી ઊઠશે અરવલ્લીની ગિરિમાળા

ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. તમામ દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ ઊભી કરવામાં આવી છે. યાત્રાળુઓને લાઈનમાં પીવાના પાણીની સુવિધા મળશે. મંદિર દર્શન બાદ બહાર નીકળવા માટે અંબાજી શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા, હવન શાળાની બાજુનો ગેટ […]

Continue Reading

ટ્રમ્પને લાગશે મરચાં! ચીનની મોટી જાહેરાત

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં ભારત ઉપર 50 ટકાથી વધુ ટેરિફ લાદી દીધ્યો છે. જોકે, મોદી સરકાર તેનો જવાબ આપવા માટે રશિયા અને ચીન તરફ મિત્રતાપૂર્ણ સંબંધોને મજબૂત કરવા માટે આગળ વધી રહી છે. ત્યારે એસસીઓ સમિટમાં ચીનના પ્રમુખ જિનપિંગ, ભારતના વડાપ્રધાન મોદી અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચે ઉષ્માભેર મુલાકાત થઈ હતી. એસસીઓ શિખર સંમેલમાં […]

Continue Reading

મામલતદાર અને તેમનો ડ્રાઈવર રૂપિયા 50 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મામલતદાર અને તેમના ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયા છે, ACBએ સેવા સદનના પાર્કિંગમાં લાંચનું છટકું ગોઠવ્યું, હતુ અને ખનીજ વહન કરતા ડમ્પર માલીક પાસે માંગી હતી લાંચ, ડમ્પર નહીં પકડવા માટે ગાડી દીઠ 10,000 માંગ્યા હતા અને 5 ડમ્પરના 50 હજારની લાંચ માંગી હતી, મામલતદાર જગદીશ ડાભી લાંચ લેતા ઝડપાયા છે. હકિકત એવી […]

Continue Reading