પત્નીને કૌટુંબીક ભાઇ સાથે પતિ જોઇ જતા પતિને ધમકી!

પત્નીને કૌટુંબીક ભાઇ સાથે પતિ જોઇ જતા પતિને ધમકી!

ઉમરાળી ગામે રહેતો રિક્ષા ચાલક સાવન (ઉ.વ. ૩૦) રિક્ષા લઇને ઘરે આવ્યો ત્યારે પત્નીને તેના કૌટુંબીક ભાઇ ભાવેશ સાથે હાલત કઢંગી હાલતમાં જોઇ જતાં માથાકૂટ થતાં તેને ગાળો ભાંડી ધમકી આપી ધક્કો મારી રૂમમાં પૂરી પત્નીને ભગાડી ગયા અંગેની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદમાં સાવને જણાવ્યું કે, ગઇકાલે બપોરના સમયે રિક્ષા લઇને ઘરે આવ્યો હતો. ડેલી ખખડાવતા પત્નીએ ડેલી નહીં ખોલતા વંડી કુદીને ઘરમાં જતાં રૂમમાં પત્ની અને તેનો કૌટુબીંક કાકાનો પુત્ર ભાવેશ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. આ સમયે ભાવેશે તેને ‘આ વાત કોઇને કરતો નહીં, હું ગામ મુકીને બહાર રહેવા જતો રહીશ’, કહેતા તેણે તેના પિતા અને સાળાને ફોન કરી વાત કરી હતી.

તે દરમિયાન બન્નેએ કપડા પહેરી લીધા બાદ ભાવેશે ઉશ્કેરાઇને ધક્કો મારી પછાડી દઇને પત્નીને રૂમમાંથી બહાર કાઢી દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. બાદમાં ભાવેશ બાઇક લઇને આવી ચાલ ગાડીમાં બેસી જા કહેતા તેની પત્નીએ ઝડપથી રૂમનો દરવાજો ખોલી નાના પુત્રને લઇને બાઇક પાછળ બેસી ભાગી ગઇ હતી. તે દોડીને પાડોશીનું બાઇક લઇ આટકોટ ગામ સુધી પીછો કર્યો પરંતુ પેટ્રોલ ખૂટી જતા પરત આવી ગયો હતો.

ઘરે આવતા ભાવેશની બહેન દક્ષા, માતા કિરણબેન અને તેનાં ભાઇ રોહીતે તેને ગાળો ભાંડી હતી. ઘરમાં જઇને તપાસ કરતા સોનાના દાગીના તથા અન્ય ચીજવસ્તુઓ જોવા ન મળતા પત્ની સાથે લઇ ગયાની ખબર પડી હતી. આ મામલે આજી ડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...