સાડા પાંચ મહિનામાં 252 બાળકો સહિત 688 ભિક્ષુક મળ્યાં અમદાવાદમાં 124થી વધુ ભિક્ષુક પોઈન્ટ

સાડા પાંચ મહિનામાં 252 બાળકો સહિત 688 ભિક્ષુક મળ્યાં અમદાવાદમાં 124થી વધુ ભિક્ષુક પોઈન્ટ

કોમનવેલ્થ ગેમ્સમાં વિદેશી મહેમાનો સામે વાયબ્રન્ટ સિટી અમદાવાદને બેગર ફ્રી બતાવવા મ્યુનિ. એડીચોટીનો જોર લગાવી રહ્યું છે. અમદાવાદના 124થી વધુ ચાર રસ્તા અને ટ્રાફિક જંક્શન હાલ ભિક્ષુક પોઇન્ટમાં ફેરવાઈ ગયા છે. જ્યાંથી છેલ્લાં સાડા પાંચ મહિનામાં 252 બાળકો સહિત 688 લોકો ભીખ માંગતા પકડાયા છે. જેમાં સૌથી વધુ 13 ભિક્ષુક પોઈન્ટ વીઆઈપી વિસ્તાર ગણાતા બોડકદેવ વોર્ડમાં જોવા મળ્યા હતા.

અમદાવાદના મોટા ભાગના ચાર રસ્તા પર સિગ્નલ બંધ હોય ત્યારે ગણતરીની સેકન્ડમાં આસપાસથી બાળકો સહિત ભિક્ષુકોના ટોળા આવી પહોંચે છે. આ સિવાય ઓવરબ્રિજ નીચેની જગ્યા ભિક્ષુકોનું કાયમી ઠેકાણું બની ગઈ છે. એકેય વિસ્તાર ભિક્ષુકોથી બાકાત નથી. તેવામાં ઈન્દોર બાદ હવે અમદાવાદને ભિક્ષુક મુક્ત બનાવવા અમદાવાદ મ્યુનિ. તંત્ર પોલીસ અને બેગિંગ ડ્રાઈવ શરૂ કરાઈ છે. જેમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એન્ટિ એપ્રિલથી લઈને અત્યાર સુધી સાડા પાંચ મહિનામાં શહેરના માર્ગો પર 252 બાળકો, 178 મહિલાઓ અને 257 પુરુષો સહિત 688 લોકો ભીખ માંગતા પકડાયા હતા.

આ દરમિયાન 124થી વધુ ચાર રસ્તા અને ટ્રાફિક જંક્શન રીતસરના ભિક્ષુક પોઈન્ટ બની ગયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોશ વિસ્તાર ગણાતા ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 37 ભિક્ષુક પોઈન્ટ અને પશ્ચિમ ઝોનમાં 33 પોઈન્ટ મળી આવ્યા હતા. જ્યારે મધ્ય ઝોનમાં 15, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં 14-14 પોઈન્ટ પર ભિક્ષુકોનો જમાવડો જોવા મળ્યો હતો.

અનેક કિસ્સામાં તો માતા-પિતા દ્વારા બાળકોને ભીખ માંગવા મોકલાતા હોવાની વિગતો ભાર આવી હતી. જયારે કેટલાક બેઘર બાળકો મજબૂરીવશ ભીખ માંગી રહ્યા હોય તેમણે બાળ સંરક્ષણ ગૃહમાં મોકલાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...