PM જવાહરલાલ નહેરુની પ્રતિમા ખંડિત કરી બંગાળના જંગલોમાં ફેંકી દેવાઈ, કોંગ્રેસ ભડકી

PM જવાહરલાલ નહેરુની પ્રતિમા ખંડિત કરી બંગાળના જંગલોમાં ફેંકી દેવાઈ, કોંગ્રેસ ભડકી

પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જિલ્લામાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની પ્રતિમા ઉખાડીને જંગલમાં ફેંકી દેવાનો મામલો સામે આવતાં ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટનાને પગલે કોંગ્રેસે તીવ્ર રોષ વ્યક્ત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે તથા દોષિતો સામે કડક કાર્યવાહી સાથે પ્રતિમાને પુનઃ સ્થાપિત કરવાની માગ કરી છે.

પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શુભાંકર સરકારે આ ઘટના અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે વહીવટીતંત્ર પાસે માગ કરી છે કે આ અમાનવીય કૃત્ય કરનાર રાજકીય તત્વોની તરત જ ઓળખ કરી તેમની ધરપકડ કરવામાં આવે અને કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

જિલ્લા કોંગ્રેસ કમિટીએ શાસન અને વહીવટીતંત્રને અલ્ટીમેટમ આપ્યું છે કે નેહરુજીની પ્રતિમાને સંપૂર્ણ સન્માન સાથે ફરી તેની મૂળ જગ્યાએ સ્થાપિત કરવામાં આવે. જો દોષિતો સામે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો કોંગ્રેસ રાજ્યવ્યાપી મોટું લોકશાહી આંદોલન શરૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...